Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયા APMCના પ્રમુખ અને ઉપપ્રમુખની કરાય બિનહરીફ વરણી...

જિલ્લાના ઝઘડીયા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભ્યોની ચૂંટણી યોજાય હતી. જેમાં APMCના 15 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા.

ભરૂચ : ઝઘડીયા APMCના પ્રમુખ અને ઉપપ્રમુખની કરાય બિનહરીફ વરણી...
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભ્યોની ચૂંટણી યોજાય હતી. જેમાં APMCના 15 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા.

ઝઘડીયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ તરીકે દીપક પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રિયાંક દેસાઇની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. દીપક પટેલને પ્રમુખપદે અને AGSG ગ્રુપના પ્રમુખ પ્રિયાંક દેસાઈની ઉપપ્રમુખપદે વરણી કરવામાં આવતા ઝઘડીયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ, કારોબારી અધ્યક્ષ રીતેશ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય મહેન્દ્રસિંહ વાંસદીય‍ દ્વારા બિનહરીફ થયેલા તમામ સભ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Next Story