Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઢાઢર નદીના વહેણ સાથે તણાઇ આવેલ 7 ફૂટ લાંબા મગરનું વેડચા ગામેથી રેસક્યું કરાયું…

7 ફૂટ લાંબા મગરનું વેડચા માઇનોર કેનાલ પાસેથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જે બાદ મગરને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો

ભરૂચ : ઢાઢર નદીના વહેણ સાથે તણાઇ આવેલ 7 ફૂટ લાંબા મગરનું વેડચા ગામેથી રેસક્યું કરાયું…
X

હાલ વરસેલા ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી પસાર ઢાઢર નદીમાં નવા નીરની આવક જોવા મળી છે, ત્યારે નદીના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતાં પાણીની સાથે નદીમાં વસવાટ કરતા અસંખ્ય મગરો પણ ખેતરોમાં ઘુસી જતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

આમોદ તાલુકાના વેડચા ગામે માઇનોર કેનાલ પાસે 7 ફૂટ લાંબો મગર હોવાની વન વિભાગને સ્થાનિકોએ જાણ કરી હતી, ત્યારે આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.આર.ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ બીટ ગાર્ડ વીપીન પરમાર તથા સ્ટાફના માણસો સ્થળ પર પહોચ્યા હતા. વન વિભાગના અધિકારીની સૂચના મુજબ ભારે જહેમત બાદ 7 ફૂટ લાંબા મગરનું વેડચા માઇનોર કેનાલ પાસેથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જે બાદ મગરને સલામત સ્થળે ખસેડવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી.

Next Story