Connect Gujarat
ભરૂચ

ભરૂચ:જાણીતા તબીબે જન્મ દિવસે પાંજરાપોળ ખાતે પહોંચી ગૌ પૂજન કર્યું, કોરોના કાળમાં લોકોની સેવા કરવાના મળેલા અવસર બદલ આભાર વ્યક્ત કર્યો

ભરૂચના જાણીતા તબીબ ડો. કેતન દોશીએ પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી પોતાના જન્મદિનની ઉજવણી કરી

ભરૂચ:જાણીતા તબીબે જન્મ દિવસે પાંજરાપોળ ખાતે પહોંચી ગૌ પૂજન કર્યું, કોરોના કાળમાં લોકોની સેવા કરવાના મળેલા અવસર બદલ આભાર વ્યક્ત કર્યો
X

ભરૂચમાં કોરોના મહામારીમાં કેટલાય લોકોના જીવ બચાવનાર તબીબે ગોમાતાનું પૂજન કરી જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. કુદરત આવી જ રીતે તેમને અન્ય લોકોના દુઃખ અને દર્દ દૂર કરવાની સેવામાં સફળતા આપતા રહે તેવી આ કોરોના વોરિયર્સએ કામના સેવી હતી.

ભરૂચના જાણીતા તબીબ ડો. કેતન દોશીએ પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી પોતાના જન્મદિનની ઉજવણી કરી હતી. ભરૂચની જીવન જ્યોત હોસ્પિટલના જાણીતા ડોકટર કેતન દોશીએ પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેઓએ ભરૂચ પાંજરાપોળ ખાતે ગાય માતાની પુજા-અર્ચના અને આરતી સાથે ઘાસચારો ખવડાવી જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બીપીન ભટ્ટ, મહેન્દ્ર કંસારા અને કૌશિક જોશી સહિત હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.કોરોના કાળમાં તબીબને ભગવાન તુલ્ય ગણાવાયા હતા. ભરૂચના તબીબનો પણ કોરોનામાંથી સ્વસ્થ થયેલા દર્દીઓ અને તેમના પરિવારજનોએ આભાર માન્યો હતો ત્યારે આજે પોતાના જન્મદિવસે ડો. કેતન દોષીએ કોરોનાકાળમાં કુદરતે લોકોની સેવા બજાવવાની કુદરતે આપેલી ફરજ બદલ ધન્ય ભાવ વ્યક્ત કર્યો હતો. તેઓ દર્દીઓની સેવામાં કાર્યરત રહી તેમની તકલીફો દૂર કરતા રહે અને જીવ બચાવવામાં કૃપા વરસાવતા રહે તેવી અભ્યર્થના સાથે 33 કોટી દેવી-દેવતા જેનામાં બિરાજમાન છે તેવી ગાય માતાનું પૂજન અર્ચન કર્યું હતું.

Next Story