Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પશ્વિમ બંગાળનો યુવાન 5 દિવસ પૂર્વે રોજગારી અર્થે આવ્યો વાગરા અને મળ્યું મોત, વાંચો શું છે મામલો

ભરૂચ: પશ્વિમ બંગાળનો યુવાન 5 દિવસ પૂર્વે રોજગારી અર્થે આવ્યો વાગરા અને મળ્યું મોત, વાંચો શું છે મામલો
X

વાગરા તાલુકા ના સારણ-સાયખાં માર્ગ ઉપર કુદરતી હાજતે ગયેલ પરપ્રાંતીય ઈસમને અજાણ્યા વાહને ટક્કર મારતાં મોત નીપજ્યુ હતુ. વાગરા પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સાયખાં કેમિકલ ઝોન માં આવેલ નિશાન ભારત રસાયણ કંપનીમાં સિસ્કોન બિલ્ડર્સ પ્રા. લિ. કન્સ્ટ્રકશન કંપનીમાં પશ્ચિમ બંગાળનો પરિવાર છેલ્લા પાંચ-છ દિવસથી મજૂરી અર્થે આવ્યા હતો.સિસ્કોન લેબર કોલોની માં રહેતો બીસુ યાદવ ગત રાત્રી ના ૧૦:૩૦ કલાક ની આસપાસ સારણ-સાયખાં માર્ગ પર કુદરતી હાજતે ગયો હતો. જ્યાં અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતા બીસુ યાદવને કમરના ભાગે અને પગમાં ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજયું હતુ.

અકસ્માતને પગલે કોન્ટ્રાકટના ફોરમેન સહિતના લોકો સ્થળ ઉપર એકત્ર થઈ ગયા હતા.બીસુ યાદવના મોતને પગલે તેના પરિવાર પર આભ તૂટી પડયુ હતુ. બનાવ અંગે વાગરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Next Story
Share it