Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ધારાસભ્ય છોટુ વસાવાના હસ્તે ઝઘડીયા તાલુકાના વિવિધ માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું...

લીમોદરા-કરાર રોડ, ભાલોદ-પ્રાકડ-જરસાડ રોડ, બામલ્લા એપ્રોચ રોડ તથા રતનપુર એપ્રોચ રોડના રિસરફેસિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ભરૂચ : ધારાસભ્ય છોટુ વસાવાના હસ્તે ઝઘડીયા તાલુકાના વિવિધ માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું...
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ખાતે વિવિધ માર્ગોનું ધારાસભ્ય છોટુ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઝઘડીયા તાલુકાના ભાલોદ ખાતે મહાત્મા ગાંધી હાઇસ્કૂલના પટાંગણમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય છોટુ વસાવા, દેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા તેમજ તાલુકા પંચાયતના સદસ્ય દિલીપ વસાવાની હાજરીમાં વિવિધ માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જેમાં લીમોદરા-કરાર રોડ, ભાલોદ-પ્રાકડ-જરસાડ રોડ, બામલ્લા એપ્રોચ રોડ તથા રતનપુર એપ્રોચ રોડના રિસરફેસિંગના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય છોટુ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાલોદ અને તરસાલી સહિત આસપાસના ગામના સરપંચો બીટીપી, બીટીટીએસના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story