Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જિલ્લા પંચાયતના પ્રમુખનો તાજ મહેન્દ્રસિંહ વાંસદિયાના શિરે, વાંચો 9 તાલુકા પંચાયતના પ્રમુખ કોણ કોણ છે

જેમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ વાંસદિયા પર પસંદગીનો કળશ ઢોળાયો છે

ભરૂચ: જિલ્લા પંચાયતના પ્રમુખનો તાજ મહેન્દ્રસિંહ વાંસદિયાના શિરે, વાંચો 9 તાલુકા પંચાયતના પ્રમુખ કોણ કોણ છે
X

ભરૂચ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતના પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ વાંસદિયા પર પસંદગીનો કળશ ઢોળાયો છે તો આ તરફ ભરૂચ તા.પંચાયત- પ્રમુખ કૌશિક પટેલ,અંકલેશ્વર તા.પંચાયત-પ્રમુખ પુષ્પા પટેલ,હાંસોટ તા.પંચાયત-પ્રમુખ સંગીતા સોલંકી,વાલિયા તા.પંચાયત-પ્રમુખ સિતાબહેન વસાવા,વાગરા તા.પંચાયત-પ્રમુખ ભૂપતસિંહ વાઘેલા,જંબુસર તા.પંચાયત-પ્રમુખ નિતિન પટેલ,નેત્રંગ તા.પંચાયત-પ્રમુખ વસુધા વસાવા,ઝઘડીયા તા.પંચાયત-પ્રમુખ જયેન્દ્ર વસાવા અને આમોદ તા.પંચાયત-પ્રમુખ તરીકે હેમલતા પરમારની વરણી કરવામાં આવી છે.આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ દ્વારા જ્ઞાતિવાદી સમીકરણોના આધારે પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષોની વરણી કરવામાં આવી છે.

Next Story