Connect Gujarat
ભરૂચ

29 તારીખે કાઢવામાં આવશે ઈદે મિલાદનું જુલૂસ, ગણેશ વિસર્જન અને ઇદ એક જ દિવસે હોવાથી લેવાયો મોટો નિર્ણય..

અંકલેશ્વર શહેર જશ્ને ઇદે મિલાદુન્નબી કમિટી તથા અલ ઉમર કમિટી તથા તાલુકા મિલાદ કમિટીના સભ્યો જોડે એક અગત્યની મિટિંગ યોજાઈ હતી

29 તારીખે કાઢવામાં આવશે ઈદે મિલાદનું જુલૂસ, ગણેશ વિસર્જન અને ઇદ એક જ દિવસે હોવાથી લેવાયો મોટો નિર્ણય..
X

અંકલેશ્વરની હલીમશાહ દાતાર ભંડારીની શેનમાં એક અગત્યની મિટિંગ અંકલેશ્વર શહેર જશ્ને ઇદે મિલાદુન્નબી કમિટી તથા અલ ઉમર કમિટી તથા તાલુકા મિલાદ કમિટી ના સભ્યો જોડે યોજાઈ જેમાં આવનાર તહેવાર ઇદે મિલાદુન્નબી ના જુલુસ નિમિતે તેમજ અલ ઉમર કમિટી દ્વારા કરવામાં આવતી નિયાઝ મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ થઇ હતી, જેમાં 28 તારીખે ગણેશ વિસર્જન હોવાથી અંકલેશ્વર ઇદે મિલાદ કમિટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં શહેરમાં શાંતિ જળવાઈ રહે અને બંને કોમના તહેવારો સારી રીતે ઉજવાય તે હેતુસર ઇદે મિલાદનો જુલુસ તથા અલ ઉમર કમિટી દ્વારા કરવામાં આવતી નિયાઝ 29 તારીખે થશે, જે પ્રસંગે સૈયેદ સાદાતો પૈકી સૈયદ ગ્યાસુદ્દીન કાજી, કમિટિ પ્રમુખ વસીમ ફડવાલા, બખ્તિયાર પટેલ, હનીફ મલેક બાબા ભાઈ, મુસ્તાકભાઈ શેખ, નજમુદ્દીન ભોલા, મુખ્તિયાર હુડવાળા, ઈરફાન શેખ, ફારૂક શેખ, ફિરોજ મુલ્લા, લાલા ઘંટીવાળા, હનીફ નીલગાર, શેરઅલી ખાન વિગેરે આયોજકો તથા કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story