Connect Gujarat
ભરૂચ

ભરૂચવાસીઓ માટે વિકેન્ડની મજા માણવા શહેરમાં સૌપ્રથમ વાર "ફૂડ ફેસ્ટીવલ"નું આયોજન, વાંચો વધુ...

રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરેક્ટ ક્લબના સંયુક્ત ઉપક્રમે ભરૂચ શહેરમાં પ્રથમવાર ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે,

ભરૂચવાસીઓ માટે વિકેન્ડની મજા માણવા શહેરમાં સૌપ્રથમ વાર ફૂડ ફેસ્ટીવલનું આયોજન, વાંચો વધુ...
X

ભરૂચ શહેર ખાતે આગામી તા. 4 અને 5મી જૂનના રોજ SVMIT કોલેજ ખાતે ફૂડ ફેસ્ટીવલના આયોજન સંદર્ભે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરેક્ટ ક્લબના સંયુક્ત ઉપક્રમે ભરૂચ શહેરમાં પ્રથમવાર ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ ફૂડ ફેસ્ટીવલ તા. 4 અને 5મી જૂનના રોજ SVMIT કોલેજના કેમ્પસમાં સવારે 11થી રાત્રે 12 કલાક સુધી યોજાશે. જે અંગે માહિતી આપવા હેતુસર ફૂડ ફેસ્ટીવલના આયોજકો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પત્રકારોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ફૂડ ફેસ્ટીવલમાં વિવિધ પ્રકારના ખાણીપીણીના સ્ટોલ્સ, લાઈવ મ્યુઝિક તેમજ વિવિધ સ્પર્ધા બાદ લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ડો. વિક્રમ પ્રેમકુમાર, રોટરેક્ટર જીત શાહ સહિત રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરેક્ટ ક્લબના તમામ સભ્યોએ ફૂડ ફેસ્ટિવલમાં ભરૂચ શહેરની જનતાને ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે.

Next Story