વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતતા લાવવા ભરૂચના યુવાને 100 કિલોમીટરની સાયકલ યાત્રા કરી રક્તદાન કર્યું

દુનિયાભરના સ્વેચ્છિક રક્તદાતા પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે વિશ્વ રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે.

New Update

વિશ્વ રક્તદાન દિવસની દુનિયાભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચની ઇવોલ્યુશન ફિટનેસ સંસ્થા દ્વારા 100 કિલોમીટર લાંબી સાયકલ યાત્રા કરી લોકોમાં રક્તદાન અંગે જાગૃતતા લાવવાનો અનોખો પ્રયાસ કરી કર્યો હતો.

દુનિયાભરના સ્વેચ્છિક રક્તદાતા પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે વિશ્વ રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે. આની શરૂઆત 2007માં વર્ષથી કરવામાં આવી હતી.આ વિશ્વ રક્તદાન દિવસ છે ભરૂચના સાયકલિસ્ટ રક્તદાનએ મહાદાનના સુત્રને સાર્થક કરવા અને લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે 100 કિલોમીટર લાંબી સાયકલ યાત્રાનું આયોજન કરી રાજેશ્વર રાવ ભરૂચની રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે રકતદાન કરી લોકોમાં રક્તદાન આ બાબતે જાગૃતિ ફેલાવી હતી..