ભરૂચ : ઝઘડિયા માલજીપુરા ગામથી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા

બાતમીના આધારે પોલીસે રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો જેની અંદાજે કિંમત 93,400 રૂપિયાના થાય છે.

New Update

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના માલજીપુરા (ધારોલી) ગામથી વિદેશી દારૂનો જથ્થો ઝઘડિયા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી બે ઈસમોની ધરપકડ કરી છે જ્યારે અન્ય પાંચ આરોપી વોન્ટેડ છે.

માલજીપુરા (ધારોલી) ગામથી વિદેશી દારૂનો જથ્થો ઝઘડિયા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે માલજીપુરા (ધારોલી) ખાતે રહેતો અજીત ઉર્ફે લાલો મંગળ નરોત્તમ વસાવા તેના ઘરની પાછળના વાડામાં ઇંગ્લિશ દારૂ લાવી કટીંગ કરવાનો છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો જેની અંદાજે કિંમત 93,400 રૂપિયાના મુદ્દામાલ સાથે બે ઇસમોને હસ્તગત કર્યા હતા. જ્યારે બાકીના પાંચ ઇસમો XUV તેમજ વેગનર ગાડીમાં બેસી પોલીસને ચકમો આપી ફરાર થઇ જતા તેઓની પોલીસે તપાસ હાથ ધરી છે. ધારોલી ખાતે રહેતો મનીષ નગીન વસાવા અને ઝગડિયાના દરિયા ખાતે રહેતો જસ્ટીન વિલ્સન વસાવાની પોલીસે અટકાયત કરી છે જ્યારે અન્ય પાંચ ઇસમો વિરૂધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરાર આરોપીઓમાં દેડીયાપાડા ખાતે રહેતો વનરાજ ઉર્ફે રાજા આર્ય, નેત્રંગ તાલુકાના દોલતપુર ખાતે રહેતો મનિષ કાંતિ વસાવા, માલજીપુરા ખાતે રહેતો અજીત લાલા વસાવા તથા અન્ય બે ફોરવ્હીલ ગાડીના ડ્રાઈવરો તમામ પાંચેય આરોપીઓને શોધી કાઢવા ઝઘડિયા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.