Connect Gujarat
ગુજરાત

ભાવનગર: અલંગ માંથી ૧૯૯૨ બોટલ વિદેશી દારૂ પકડાયો

ભાવનગર: અલંગ માંથી ૧૯૯૨ બોટલ વિદેશી દારૂ પકડાયો
X

અલંગ ગામ ખાતેથી આઇશરમાં લાકડાની પેટીની આડમાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ-૧૯૯૨ (પેટી નંગ-૧૬૬) કિ.રૂ.૫,૯૭,૬૦૦/- તથા કાર મોબાઇલ સહિત કુલ રૂપિયા ૧૧,૫૩,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા અલંગ મરીન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

31 ડિસેમ્બર ખુબજ નજીક આવી રહી છે ત્યારે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચના તથા માર્ગદર્શન મુજબ ગત મોડી રાત્રીના સમયે ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે અલંગ મરીન પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. તથા સ્ટાફના માણસોએ અલંગ ગામ ધાર વાડી વિસ્તાર, રાજુભાઇ માલપાણી વાળાના ખાડાના મેઇન ગેઇટ પાસે, આઇસર રજી.નં.GJ-04-X-8901 માં લાકડાની પેટીની આડે છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ- ૧૬૬, બોટલ નંગ-૧૯૯૨ કિ.રૂ.૫,૯૭,૬૦૦/- તથા આઇશર તથા સ્વીફટ કાર તથા મોબાઇલ ફોન-૩ સહિત કૂલ કી.રુ. ૧૧,૫૩,૬૦૦/- ના મુદામાલ સાથે અરવિંદભાઇ રૂપાભાઇ દિહોરા જાતે.કોળી ઉવ.૩૨, રવુભા મહીપતસિંહ ગોહીલ જાતે.દરબાર ઉવ.૩૪, રઘુવિરસિંહ અજીતસિંહ જાડેજા જાતે.દરબાર ઉવ.૨૨ વાળાને પકડી પાડેલ ત્રણેય ઇસમો તથા આ દારૂનો જથ્થો આપનાર ઇસમો સહિતના તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Next Story