Connect Gujarat
ગુજરાત

ભાવનગર: સરકારની જીદ સામે વિદ્યાર્થીઓની જીત, પરીક્ષા રદ કરાતા કરાઇ ઉજવણી

ભાવનગર: સરકારની જીદ સામે વિદ્યાર્થીઓની જીત, પરીક્ષા રદ કરાતા કરાઇ ઉજવણી
X

આખરે વિદ્યાર્થીઓના આંદોલન સામે સરકારે નમતું જોખ્યું છે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષાને અંતે રદ કરી છે. સરકારના નિર્ણય બાદ સરકાર સામે તેમની જીત થતાં ભાવનગરના વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટી ગયાના આક્ષેપો થયા બાદ રાજ્યના પાંચ જિલ્લામાંથી ગેરરીતિની કુલ 39 ફરિયાદ આવી હતી. પેપર ફૂટ્યાનું ફલિત થતાં જ રાજ્યભરમાંથી પરીક્ષાર્થીઓ 4 ડિસેમ્બરથી ગાંધીનગરમાં એકત્ર થવા લાગ્યા હતા. 5 ડિસેમ્બરથી તો રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ ગાંધીનગર એકત્ર થવા લાગ્યા હતા અને તેમણે રાત્રે કડકડતી ઠંડીમાં પણ સચિવાલય પાસે બેસી રહીને વિરોધ દર્શાવ્યો હતો, આ પરીક્ષાઓમાં વ્યાપક ગેરરીતિઓ થઇ હોવાના છ લાખથી વધુ ઉમેદવારોના આક્ષેપોનો SITએ સ્વીકાર કર્યો છે.

જેમાં વિદ્યાર્થી આગેવાનો દ્વારા 10 જેટલા મોબાઈલ , સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા હતા. આ ફૂટેજ અને મોબાઇલ વીડિયોને ધ્યાનમાં રાખીને SITએ તપાસ કરી હતી. ત્યારબાદ વીડિયોની ફોરેન્સિક લેબમાં પણ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં વિદ્યાર્થીઓ એકબીજાને પુછીને લખતા હતા. આ મુદ્દે તપાસ રિપોર્ટ બન્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ જાણ કરવામાં આવી હતી અને પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. જેને લઈ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે અને ઠેર-ઠેર ઉજવણી કરી રહ્યા છે.

Next Story