ભૂજ નગરપાલિકામાં ફાયર સેફટીની વ્યવસ્થા જ નથી

New Update
ભૂજ નગરપાલિકામાં ફાયર સેફટીની વ્યવસ્થા જ નથી

કચ્છના જિલ્લા મથક ભુજ શહેરમાં ટ્યુશન કલાસીસ સહિતના વ્યવસાયિક પ્રતિષ્ઠાનો પર નોટિસ આપતી ભુજ નગરપાલિકામાં જ ફાયર સેફટીના પૂરતા સાધનો નથી. નગરપાલિકા કચેરીમાં ફાયરસેફટી નથી ત્યારે પાલિકાને કોણ નોટિસ આપશે એ જોવું રહ્યું.

Advertisment

સુરતમાં બનેલી આગની ઘટના બાદ ભુજમાં નગરપાલિકા દ્વારા ટ્યુશન ક્લાસ, હોસ્પિટલો, હોટલો, મોલ, ઇમારતોમાં ફાયર સેફટીના અભાવ મુદ્દે નોટિસ આપવામાં આવી રહી છે. સતત ચાલતી ઝુંબેશમાં અત્યાર સુધીમાં 200 જેટલા પ્રતિષ્ઠાનોને નોટિસો અપાઈ ચૂકી છે.

પણ બધાને નોટિસ ફટકારતી નગરપાલિકા કચેરીમાં જ ફાયર સેફટીનો અભાવ છે. બે માળની કચેરીમાં 20 જેટલી ઓફિસો આવેલી છે. દૈનિક હજારો માણસોની અવરજવર છે. પણ પાલિકામાં માત્ર ચાર જ અગ્નિશામક યંત્ર છે. જે ચાલુ છે કે નહીં એ પણ યક્ષ પ્રશ્ન છે. ત્યારે બધાને નોટિસો ફટકારતી પાલિકા કચેરીને કોણ નોટિસ આપશે એ ગણગણાટ ઉઠવા પામ્યો છે.

કારણકે કચેરીમાં જ ફાયરસેફટીના સાધનોની કમી છે અગ્નિશામક યંત્ર છે. પણ તેની જાળવણી જ નથી ઉપરાંત ભુકંપના 19 વર્ષ પછી પણ આ ઇમારત ટેકા પર ઉભી છે. જેમાં કામ કરતા કર્મચારીઓ પણ ભય અનુભવે છે. જર્જરિત નગરપાલિકા કચેરીમાં દુર્ઘટનાની રાહ જોયા વિના પાલિકા તાકીદના ધોરણે નવી ટેકનોલોજીના અગ્નિશામક યંત્રો વસાવી પોતાની કચેરીમાં પણ સાધનોની કમી પુરી કરે તે જ સમયનો તકાજો છે.