Connect Gujarat
બિઝનેસ

પરંપરાગત વસ્ત્રો વેચતી માન્યવર પ્રમોટર કંપનીનો IPO થશે લોન્ચ, બજારમાંથી 3,149 કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્યાંક

દેશમાં માન્યવર નામે પરંપરાગત વસ્ત્રો વેચતી કંપની વેદાંત ફેશન્સનો આઈપીઓ આગામી ચોથી ફેબ્રુઆરીના રોજ ખુલી રહ્યો છે.

પરંપરાગત વસ્ત્રો વેચતી માન્યવર પ્રમોટર કંપનીનો IPO થશે લોન્ચ, બજારમાંથી 3,149 કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્યાંક
X

દેશમાં માન્યવર નામે પરંપરાગત વસ્ત્રો વેચતી કંપની વેદાંત ફેશન્સનો આઈપીઓ આગામી ચોથી ફેબ્રુઆરીના રોજ ખુલી રહ્યો છે. કંપની તરફથી આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે આઈપીઓ ત્રીજી ફેબ્રુઆરીના રોજ ખુલશે. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે વેદાંત ફેશન્સ આ આઇપીઓ મારફતે બજારમાંથી 3,149 કરોડ રૂપિયા એકઠા કરવા માંગે છે. આઈપીઓ આઠમી ફેબ્રુઆરી ના રોજ બંધ થશે

વેદાંત ફેશન તરફથી આઈપીઓ માટે 824-866 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ જાહેર કરવામાં આવી છે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફોર સેલ છે. જેમાં વર્તમાન શેરધારકો અને પ્રમોટરો પોતાનો હિસ્સો વેચશે. કંપની 36,364,838 ઇક્વિટી શેર ઑફર ફોર સેલ માટે મૂકશે. કંપનીના પ્રમોટર્સના રવિ મોદી, શિલ્પી મોદી અને રવિ મોદી ફેમિલી ટ્રસ્ટ છે.રોકાણકારો આઈપીઓ માટે ઓછામાં ઓછા 17 શેરની બોલી લગાવી શકે છે.

અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે રોકાણકારોએ આઇપીઓમાં માટે ઓછામાં ઓછું 14,722 (17*866) રૂપિયાનું રોકાણ કરવું પડબજાર નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે 28 મી જાન્યુઆરીના રોજ વેદાંત ફેશન્સનો શેર ગ્રે માર્કેટમાં 105 રૂપિયા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીના શેરનું લિસ્ટિંગ 16મી ફેબ્રુઆરીના રોજ BSE અને NSE પર થશે.વેદાંત ફેશન મેન્સ વેડિંગ એન્ડ સેલિબ્રેશન વીયર સેગમેન્ટમાં ભારતની સૌથી મોટી કંપનીમાં એક છે. કંપનીની ફ્લેગશીપ બ્રાન્ડ "માન્યવર" વેડિંગ એન્ડ સેલિબ્રેશન વીયરમાં લીડર બ્રાન્ડ છે. જેની હાજરી આખા દેશમાં છે. આ ગ્રુપની અત્ય બ્રાન્ડ્સમાં ત્વમેવ મંથન મોહે અને મેબાઝ સામેલ છે

Next Story