Connect Gujarat
બિઝનેસ

મોંઘવારીને વધુ એક ફટકો, LPG આટલા રૂપિયા વધુ મોંઘો થયો

મોંઘવારીથી પરેશાન જનતાને વધુ એક આંચકો લાગ્યો છે. ગેસ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ધરખમ વધારો કર્યો

મોંઘવારીને વધુ એક ફટકો, LPG આટલા રૂપિયા વધુ મોંઘો થયો
X

મોંઘવારીથી પરેશાન જનતાને વધુ એક આંચકો લાગ્યો છે. ગેસ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ધરખમ વધારો કર્યો છે. હવે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર માટે તમારે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. હવે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા થશે. જ્યારે પહેલા તેની કિંમત 1003 રૂપિયા હતી. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે.

આ સિવાય પાંચ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. હવે પાંચ કિલોના સિલિન્ડરની કિંમતમાં 18 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે. જોકે, 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો ઘટાડો થયો છે.તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ ઓઈલ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ દ્વારા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે બુધવારે સવારે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે પ્રથમ વખત ઘરેલું સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે જ્યારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે. બુધવારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 9 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 2,012 રૂપિયા થઈ ગઈ છે. નવી દિલ્હીમાં 6 જુલાઈ 2022થી ગેસ સિલિન્ડર લાગુ કરવામાં આવ્યા છે.

Next Story