Connect Gujarat
બિઝનેસ

કેન્દ્રીય કેબિનેટે મહત્વના DICGC સંશોધન બિલને આપી મંજૂરી, બેન્ક ડૂબી જશે તો રૂ.5 લાખ સુધીની રકમ સુરક્ષિત રહેશે

કેન્દ્રીય કેબિનેટે મહત્વના DICGC સંશોધન બિલને આપી મંજૂરી, બેન્ક ડૂબી જશે તો રૂ.5 લાખ સુધીની રકમ સુરક્ષિત રહેશે
X

કેન્દ્રીય કેબિનેટે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ (DICGC) સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે. બિલ મંજૂર થયા બાદ બેન્ક બંધ થાય કે ડૂબી જાય તો ગ્રાહકોની 5 લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત રહેશે. ડિપોઝિટરોને આ રકમ 90 દિવસની અંદર મળશે.

હાલ ગ્રાહકોની બેંકમાં જમા થયેલા એક લાખ રૂપિયા સુધી જ સુરક્ષિત હોય છે.જોકે સરકારે 2020માં જ ડિપોઝિટ વીમાની મર્યાદામાં 5 ગણો વધારો કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. તેને સંસદ દ્વારા મંજૂરી આપવાની બાકી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું છે કે આ ખરડો સંસદના ચોમાસુ સત્રમાં જ રજૂ કરવામાં આવશે. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેન્ક 2020માં ડૂબ્યા પછી ડિપોઝિટ ઈન્શ્યોરન્સ વધારવાનો નિર્ણય લેવાયો હતો.

કેન્દ્રીય બજેટમાં પણ નાણા મંત્રી નિર્મલા સીતારમણે ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોરપોરેશન (DICGC) એક્ટ, 1961માં સંશોધન કરવાની જાહેરાત કરી હતી. પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે બજેટ સત્ર સ્થગિત કરી દેવાયું હતું. કની તમામ ડિપોઝિટ DICGCના કાર્યક્ષેત્રમાં આવે છે, જેમાં સેવિંગ્સ, ફિક્સ્ડ ડિપોઝિટ સહિતના કરન્ટ અકાઉન્ટનો સમાવેશ થાય છે. કોઈપણ બેંકની નોંધણી કરતી વખતે DICGC તેમને મુદ્રિત ફોર્મ આપે છે. પત્રિકામાં ડિપોઝિટ કરનારને ઉપલબ્ધ વીમાની વિગતો સામેલ છે. આ વિગતો જાણવા માટે, ડિપોઝિટ કરનાર, બેંકના શાખા અધિકારી સાથે પૂછપરછ કરી શકે છે.

Next Story