ગૌતમ અદાણીની મોટી સિદ્ધિ: વિશ્વના ટોપ-5 અમીરની યાદીમાં થયા સામેલ
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયા છે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયા છે. અદાણીની કુલ નેટવર્થ 123.1 અરબ ડૉલર હોવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. તેઓએ ના વોરેન બફેટ ને પાછળ છોડી આ સ્થાન હાંસલ કર્યું. એટલે કે, હવે બફેટ 121.7 અરબ ડોલરની કુલ અંદાજે નેટવર્થ સાથે છઠ્ઠા સ્થાને આવી ગયા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફોર્બ્સની દુનિયાની સૌથી ધનિક લોકોની યાદીમાં આઠમા ક્રમાંકે છે. આ રીતે, વિશ્વના 10 સૌથી અમીર લોકોમાં બે ભારતીયોનો સમાવેશ થાય છે. અંબાણીની કુલ નેટ વર્થ (મુકેશ અંબાણીની નેટવર્થ) 103.70 અરબ ડોલર આંકવામાં આવી.ટેસ્લા (Tesla) અને સ્પેસએક્સ (SpaceX) ના પ્રમુખ એલન મસ્ક આ યાદીમાં પ્રથમ સ્થાને છે. તેઓની કુલ નેટવર્થ 269.70 અરબ ડોલર હોવાનો અંદાજ છે. જેફ બેઝોસ 170.2 અરબ ડોલરની કુલ સંપત્તિ સાથે બીજા ક્રમાંકે છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ અને તેમના પરિવારની કુલ સંપત્તિ અંદાજે 166.8 અરબ ડોલર આંકવામાં આવી છે અને તેઓ આ યાદીમાં ત્રીજા સ્થાને છે.દુનિયાના સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં બિલ ગેટ્સ ચોથા નંબર પર છે. તેઓની કુલ સંપત્તિ 130.2 અરબ ડૉલર હોવાનો અંદાજ છે. આ યાદીમાં લેરી એલિસન સાતમા સ્થાને છે. તેમની કુલ નેટવર્થ 107.6 અરબ ડૉલર હોવાનો અંદાજ છે. લેરી પેજની કુલ સંપત્તિ 102.4 બિલિયન ડોલર અંદાજવામાં આવી છે અને તેઓ આ યાદીમાં નવમા સ્થાને છે. આ સાથે જ સેર્ગેઈ બ્રિન 98.5 અરબ ડોલરની કુલ સંપત્તિ સાથે 10માં ક્રમાંકે છે.
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMT
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 678 કોરોના કેસ નોંધાયા, 1082 દર્દીઓ થયા...
10 Aug 2022 4:23 PM GMTભરૂચ-અંકલેશ્વરમાં યુવા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા...
10 Aug 2022 3:00 PM GMTસુત્રાપાડાના લોઢવા ગામે શ્રી કન્યા પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ...
10 Aug 2022 2:58 PM GMTભાવનગર : બોરતળાવ પોલીસ મથકની દબંગગીરી, હીરા ચોરીના વેપારીને ઢોર માર...
10 Aug 2022 12:38 PM GMTઅમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે 5 વર્ષથી બંધ અનુપમ બ્રિજ ખુલ્લો...
10 Aug 2022 12:11 PM GMT