Connect Gujarat
બિઝનેસ

સોનું થયું સસ્તું, ચાંદીની કિંમત 874 રૂપિયાનો ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1858 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી 21.54 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી.

સોનું થયું સસ્તું, ચાંદીની કિંમત 874 રૂપિયાનો ઘટાડો
X

દેશમાં સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝના પ્રમાણે ગ્લોબલ સ્તર પર ઓછી કિંમતને અનુરૂપ રાષ્ટ્રીય રાજધાનીમાં સોમવારે સોનું 321 રૂપિયા ઘટાડા સાથે 51270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1858 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી 21.54 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યુ કે કોમેક્સ માં હાજર સોનાની કિંમતોમાં 0 .70 ટકા ઘટાડા સાથે સોનાની કિંમતોમાં નબળો કારોબાર થયો હતો.નબળી માંગ વચ્ચે સટોરિઓ એ પોતાના સોદોના આકારને ઘટાડ્યો, જેનાથી વાયદા કારોબાર માં સોમવારે સોનું 161 રૂપિયાના ઘટાડા સાથે 51540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયું હતું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ માં ઓગસ્ટની ડિલીવરી માટે સોનાનો કરાર 161 રૂપિયાના ઘટાડા સાથે 51540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો, જેમાં 14291 લોટ માટે કારોબાર થયો હતો. નિષ્ણાત પ્રમાણે કિંમતોમાં ઘટાડાનું કારણ સટોડિયાઓ દ્વારા પોતાના સોદામાં ઘટાડો કરવો છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું 0.47 ટકા ઘટાડા સાથે 1866.70 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું.તો સોમવારે ચાંદીની વાયદા કિંમત 777 રૂપિયાના ઘટાડા સાથે 61152 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ હતી.

Next Story