Connect Gujarat
બિઝનેસ

ભારતીય શેર બજાર તેજી તરફ, નિષ્ણાતોના અભિપ્રાય

છેલ્લા કેટલાક સપ્તાહ મંદી જોયા બાદ ભારતીય શેરબજારમાં આજે પણ તેજી જોવા મળે તેવા સંકેત છે. એક્સપર્ટનું કહેવું છે

ભારતીય શેર બજાર તેજી તરફ, નિષ્ણાતોના અભિપ્રાય
X

છેલ્લા કેટલાક સપ્તાહ મંદી જોયા બાદ ભારતીય શેરબજારમાં આજે પણ તેજી જોવા મળે તેવા સંકેત છે. એક્સપર્ટનું કહેવું છે કે લોકો ફરીથી બજાર પર ભરોસો કરી રહ્યા છે જેના કારણે આજે પણ રોકાણકારો ખરીદીના મૂડમાં હશે.

પાછલા સત્રમાં સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુના વધારા સાથે 53,751 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 180 પોઇન્ટ વધીને 15,989 પર પહોંચ્યો હતો.નિષ્ણાતોનું માનીએ તો ગુરુવારે બજારમાં તેજી રહેશે તો સેન્સેક્સ 54 હજારની સપાટીને પાર કરી જશે અને નિફ્ટી પણ 16 હજારની ઉપર જશે. આજે પણ બજાર લીલા નિશાન સાથે ખુલવાનો અંદાજો છે.તો બીજીબાજુ અમેરિકામાં મંદીના ભય સૌથી વધુ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ફરી એકવાર વધારાના સ્પષ્ટ સંકેત છે, જેના કારણે છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના બજારમાં મંદી જોવા મળી રહી હતી પરંતુ હવે એકવાર ફરી બજારે તેજી પકડી છે અને છેલ્લા સત્રમાં અમેરિકાના મુખ્ય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.અમેરિકાના મુખ્ય સ્ટોક એક્સચેન્જ NASDAQ અગાઉના ટ્રેડિંગ સેશનમાં 0.35 ટકા વધ્યો હતો

Next Story