Connect Gujarat
બિઝનેસ

શેરબજાર લાલ નિશાનમાં ખૂલતાં રોકાણકારોને લાગ્યો જટકો,જાણો આજે શું છે સ્થિતિ..?

સતત લીલા નિશાનમાં જોવા મળી રહેલા બજાર આજે લાલ નિશાનમાં જોતા જ રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે.

શેરબજાર લાલ નિશાનમાં ખૂલતાં રોકાણકારોને લાગ્યો જટકો,જાણો આજે શું છે સ્થિતિ..?
X

ભારતીય શેરબજારમાં છેલ્લા અનેક દિવસથી તેજી જોવા મળી છે. જો કે મંગળવારે શરૂઆતી ટ્રેડિંગમાં ઘટાડો જોવા મળ્યો છે. સતત લીલા નિશાનમાં જોવા મળી રહેલા બજાર આજે લાલ નિશાનમાં જોતા જ રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે.

આજે શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે શરૂઆત કરી. ચાર સત્રથી તેજી બાદ રોકાણકારોને એવી જરાય આશા નહોતી કે બજાર આજે લાલ નિશાનમાં ખુલશે. જો કે બજારમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. સવારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ 171.83 પોઈન્ટના ઘટાડા સાથે 57943.67ના સ્તરે ખુલ્યો.

જ્યારે નિફ્ટી 68.50 પોઈન્ટના ઘટાડા સાથે 17271.50 ના સ્તરે ખુલ્યો યુપીએલ, આઈશર મોટર્સ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ઓએનજીસી વગેરે નિફ્ટીના ટોપ લૂઝર્સ માં જોવા મળ્યા. જ્યારે ITC, HUL, BPCL, એશિયન પેઈન્ટ્સ, અને પાવર ગ્રીડ કોર્પોરેશન જેવા શેર ટોપ ગેઈનર્સમાં જોવા મળ્યા. છતાં રોકાણકારો આશા રાખી રહ્યા છે કે બજાર બંધ થતાં પહેલાં શેર બજાર લીલા નિશાન સાથે બંધ થશે.

Next Story