મુંબઈ: 'સોશિયલ મીડિયા પર સરકાર વિરોધી પોસ્ટ ટાળો,' ટાટા ઇન્સ્ટિટ્યૂટ તેના કર્મચારીઓને આપી સલાહ,જાણો કેમ

ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR), જે દેશની અગ્રણી સંશોધન સંસ્થાઓમાંની એક છે,

New Update

ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR), જે દેશની અગ્રણી સંશોધન સંસ્થાઓમાંની એક છે, તેણે તેના કર્મચારીઓને સોશિયલ મીડિયા પર સરકાર વિરોધી પોસ્ટ કરવાથી દૂર રહેવાની સલાહ આપી છે. એટલું જ નહીં, સંસ્થાએ કહ્યું છે કે તે તેમના પરિવારને પણ લાગુ પડશે.

Advertisment

13 એપ્રિલે જારી કરાયેલા પરિપત્રમાં આ સૂચના આપવામાં આવી છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR) એ એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં જણાવ્યું હતું કે સંસ્થાના સ્ટાફ સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સંસ્થા, ફિલ્ડ સ્ટેશન, રહેણાંક મિલકત અથવા અન્ય કોઈપણ સરકારી મિલકતને લગતા કોઈપણ ફોટા અથવા વિડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાથી દૂર રહે.કર્મચારીઓને વધુમાં જણાવવામાં આવે છે કે તેઓ સોશિયલ મીડિયા પર કોઈપણ સરકાર વિરોધી સામગ્રી અપલોડ કરવાથી દૂર રહે. પરિવારના સભ્યોને પણ આ અંગે જાગૃત કરવા જોઈએ.

Advertisment