આરબીઆઇ દ્વારા રેપો રેટમાં કોઈ બદલાવ નહીં,ત્રિદિવસીય નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે RBI Monetary Policy જાહેર કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી.

New Update

આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે RBI Monetary Policy જાહેર કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. ત્રિદિવસીય નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.RBI ના ગવર્નર શક્તિકાંત દાસે આજે બેઠક નો નિર્ણય અંગે માહિતી આપી હતી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસીની જાહેરાત કરી હતી.MPC એ પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 4 ટકા પર યથાવત છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સમિતિએ નીતિ દરમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ (MSFR) અને બેંક રેટ 4.25 ટકા રહેશે. રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર રહેશે. કેન્દ્રીય બેંકે સતત 10મી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ, રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020ના રોજ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો.

આરબીઆઈ દર બે મહિને વ્યાજના દર અંગે નિર્ણય લે છે. આ કાર્ય 6-સભ્યોની નાણાકીય નીતિ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવે છે. હાલમાં આરબીઆઇ રેપો રેટ 4% છે જ્યારે રિવર્સ રેપો રેટ 3.35% છે. ઘણા સમયથી આરબીઆઈએ પોલિસી રેટ સમાન રહ્યા છે. આ દર છેલ્લા 15 વર્ષના સૌથી નીચા સ્તરે છે. આરબીઆઈ દ્વારા બેંકોને અપાયેલી લોન પર લેવામાં આવતા વ્યાજને રેપો રેટ કહેવામાં આવે છે. આરબીઆઈ દ્વારા બેંકો દ્વારા જમા કરેલા રૂપિયા પર ચૂકવવામાં આવતા વ્યાજને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે.