વડાપ્રધાન મોદી જાપાનના મોટા ઉદ્યોગપતિઓને મળ્યા, ભારતમાં રોકાણ સહિત આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કરી ચર્ચા

જાપાનની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટોક્યોમાં જાપાની બહુરાષ્ટ્રીય કંપની NEC કોર્પોરેશનના ચેરમેન નોબુહિરો એન્ડો સાથે બેઠક યોજી હતી.

New Update

જાપાનની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટોક્યોમાં જાપાની બહુરાષ્ટ્રીય કંપની NEC કોર્પોરેશનના ચેરમેન નોબુહિરો એન્ડો સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બંને વચ્ચે ભારતમાં સ્માર્ટ સિટી અને શિક્ષણમાં સહકાર અંગે ચર્ચા થઈ હતી. આ સાથે તેમણે જાપાનના બિઝનેસ લીડર્સ સાથે રાઉન્ડ ટેબલ બેઠકો યોજીને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જણાવી દઈએ કે, વડાપ્રધાન 24 મેના રોજ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. પીએમ કિશિદા સાથેની મુલાકાત બંને નેતાઓને માર્ચમાં આયોજિત 14મી ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનથી તેમની વાતચીતને આગળ વધારવાની તક પૂરી પાડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં જાપાનના મોટા બિઝનેસ લીડર્સ સાથે તેમની રાઉન્ડ ટેબલ બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે પીએમ મોદીએ જાપાનની ટોચની 30 કંપનીઓના સીઈઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી. આ મીટિંગ દરમિયાન વડાપ્રધાન મોદીએ બિઝનેસ લીડર્સને બિઝનેસને સરળ અને સુવિધાજનક બનાવવા માટે હાથ ધરાયેલા તાજેતરના સુધારાઓ વિશે માહિતગાર કર્યા હતા. જાપાનના વ્યાપારી નેતાઓને તાજેતરમાં ભારત દ્વારા ભારત માટે હાથ ધરવામાં આવેલા સુધારાઓ વિશે માહિતગાર કર્યા અને તેમને 'મેક ઇન ઇન્ડિયા ફોર વર્લ્ડ' માટે આમંત્રણ આપ્યું. ચર્ચા દરમિયાન, NEC પ્રમુખે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જોરદાર પ્રશંસા કરી. તેમણે કહ્યું કે પીએમ મોદી ક્ષમતાઓને આગળ લઈ જવાના મજબૂત ઈરાદા ધરાવે છે. મોદી સાથેની મુલાકાત દરમિયાન, તેમણે ભારતમાં સ્માર્ટ સિટીઝને ટેકો આપવાની રીતો પર ચર્ચા કરી અને કહ્યું કે NEC ભારતમાં શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપવાની યોજના ધરાવે છે. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુઝુકી મોટર કોર્પોરેશનના સલાહકાર ઓસામુ સુઝુકીને પણ મળ્યા હતા. વાતચીત દરમિયાન, બંનેએ ભારતમાં રોકાણ, નવીનતા, ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને રિસાયક્લિંગ કેન્દ્રોની તકો અંગે ચર્ચા કરી. Osamu Suzuki સાથેની બેઠકમાં PM મોદીએ ભારતના ઓટોમોટિવ ઉદ્યોગમાં સુઝુકીની પરિવર્તનકારી ભૂમિકાની પ્રશંસા કરી, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કર્યું.