Connect Gujarat
બિઝનેસ

આવતીકાલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, RBIએ બદલ્યા આ નિયમો

આવતીકાલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, RBIએ બદલ્યા આ નિયમો
X

આવતીકાલ 1લી ઓગષ્ટથી ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડી શકે છે. RBIએ હાલમાં જ ATM ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધારી દીધો છે. RBIએ ઈન્ટરચેન્જ ફી ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે 15 રૂપિયાથી 17 રૂપિયા કરી દીધી છે. નોન ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ 5 રૂપિયાથી વધીને 6 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ નવા નિયમો 1 ઓગસ્ટથી લાગુ થશે.

RBI અનુસાર, ઈન્ટરચેન્જ ચાર્જ બેન્કો દ્વારા ક્રેડિટ કાર્ટ અથવા ડેબિટ કાર્ડના માધ્યમથી પેમેન્ટના સમયે મર્ચેન્ટ કરી શકાય છે. આ ચાર્જ બેન્કો અને ATM કંપનીઓની વચ્ચે હંમેશા વિવાદનો વિષય રહ્યો છે. જૂન 2019માં, RBIએ ATM ટ્રાન્ઝેક્શનના ઈન્ટરચેન્જ સ્ટ્રક્ચર પર ખાસ ધ્યાન આપવાની સાથે એટીએમ ચાર્જીસની સમીક્ષા કરવા માટે એક સમિતિનું ગઠન કર્યું હતું. RBI અનુસાર ઈન્ટરચેન્જ ફી બેન્કો દ્વારા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ પ્રોસેસ કરનાર મર્ચેટ દ્વારા લેવામાં આવતો ચાર્જ છે.

જો કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરે છે તો આ પેમેન્ટને પ્રોસેસ કરનાર મર્ચન્ટના બેન્ક એકાઉન્ટથી ટ્રાન્ઝેક્શન ફી લેવામાં આવે છે. એવામાં જો કોઈ ગ્રાહક એવી કોઈ અન્ય બેન્ક કે એટીએમનો ઉપયોગ કરે છે તો એવામાં તમારી બેન્ક તે બીજી બેન્કને ઈન્ટરચેન્જ ચાર્જ આપે છે. તેને ઇન્ટર ચેન્જ ચાર્જ કહે છે.

ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેન્કમાં જૂનમાં જ કહેવામાં આવ્યું હતું કે 1 ઓગસ્ટથી ATMની ઈન્ટરચેન્જ ફી 15 રૂપિયાથી વધીને 17 રૂપિયા કરી દેવામાં આવી હતી. એટીએમ ટ્રાન્ઝેક્શનમાં આ ફેરફાર 9 વર્ષ બાદ કરવામાં આવ્યો છે.

Next Story