Connect Gujarat
બિઝનેસ

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ખુલતાની સાથે ધડામ.!, રિલાયન્સનો શેર 4.5 ટકા તૂટ્યો

BSE ના 30 શેરનો સેન્સેક્સ 287.16 પોઈન્ટ અથવા 0.48 ટકાના ઘટાડા સાથે 59,348.85 પર ખૂલ્યો હતો

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ખુલતાની સાથે ધડામ.!, રિલાયન્સનો શેર 4.5 ટકા તૂટ્યો
X

અઠવાડિયાના પ્રથમ દિવસે એટલે કે સોમવારે શેરબજારની શરૂઆત ખરાબ રહી હતી. BSE ના 30 શેરનો સેન્સેક્સ 287.16 પોઈન્ટ અથવા 0.48 ટકાના ઘટાડા સાથે 59,348.85 પર ખૂલ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી પણ નબળો ખુલ્યો હતો.

લાલ નિશાન પર ખુલ્યા પછી, સેન્સેક્સ ટ્રેડિંગના ટૂંકા જ સમયમાં ભારે ગબડ્યો'તો અને 30-શેરનો સૂચકાંક 500 પોઈન્ટથી વધુ ઓછો થયો હતો. આ ઘટાડો અહીં અટક્યો નથી, 12 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 890.65 પોઈન્ટ પડીને અને 59 હજારના સ્તરથી નીચે આવ્યો અને 58,745.36ના સ્તરે ટ્રેન્ડ થયો હતો નબળા ગ્લોબલ ઇન્ડિકેશન વચ્ચે BSE સેન્સેક્સ અને નિફ્ટીએ લાલ નિશાન પર ખુલ્યા બાદ ઘટાડો ચાલુ રહ્યો હતો. ત્રણ કલાકના ટ્રેડિંગ પછી સેન્સેક્સ 890.65 પોઈન્ટ અથવા 1.49 ટકા તૂટ્યો હતો. આ ઘટાડા સાથે તે 58,745.36 ના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 250થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેન્ડ કરી રહ્યો હતો નિફ્ટી 263.30 પોઈન્ટ અથવા 1.48 ટકા ઘટીને 17501.50 ના લેવલે પર છે. NSE નિફ્ટી માર્કેટ ખુલતાની સાથે જ 87.35 પોઈન્ટ્સ અથવા 0.49 ટકા ઘટીને 17,677.45 ના લેવલે હતો.

સેન્સેક્સ પર રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, મારુતિ સુઝુકી, બજાજ ફિનસર્વ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ 3.10 ટકા ઘટી 2396.00 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 2.26 ટકા ઘટી 7322.00 પર કારોબાર કરી રહ્યો છે. પેટીએમનો શેર 7.51 ટકા ઘટી 1446.75 પર કારોબાર કરી રહ્યો છે. ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રિડ કોર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક, ITC સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ભારતી એરટેલ 5.57 ટકા વધી 754.00 પર કારોબાર કરી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ 1.40 ટકા વધી 3271.75 પર કારોબાર કરી રહ્યો છે.

Next Story