Connect Gujarat
બિઝનેસ

કેન્દ્રીય શ્રમ વિભાગનો નિર્ણય, અસંગઠિત ક્ષેત્રના કામદારોને રાહત સાથે સુરક્ષા ફંડમાં આવરી લેવાશે...

સમગ્ર દેશમાં કામદારોના કલ્યાણ અને તેમની સામાજિક સુરક્ષા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે

કેન્દ્રીય શ્રમ વિભાગનો નિર્ણય, અસંગઠિત ક્ષેત્રના કામદારોને રાહત સાથે સુરક્ષા ફંડમાં આવરી લેવાશે...
X

સમગ્ર દેશમાં કામદારોના કલ્યાણ અને તેમની સામાજિક સુરક્ષા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે શ્રમ કાયદામાં વર્ષ 2022માં મોટા સુધારા કરવા કેન્દ્ર સરકાર આગેકૂચ કરી રહી છે. ચાર લેબર કોડના અમલીકરણ દ્વારા થવાની શક્યતાં છે. જે અંતર્ગત 38 કરોડથી વધુ અનૌપચારિક ક્ષેત્રના કામદારોને આવરી લેવા કેન્દ્ર સરકારે તૈયારી દર્શાવી છે. આ સાથે જ રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા ભંડોળની સ્થાપના કારી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેપણ સમાં સુધારો કરવામાં આવશે.

કેન્દ્રીય શ્રમ મંત્રી ભુપેન્દર યાદવે જણાવ્યુ હતું કે, દેશના કામદારોના કલ્યાણ તેમની સામાજિક સુરક્ષા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. સાથે જ ઈ-શ્રમ પોર્ટલ પર અત્યારસુધીમાં 17 કરોડ જેટલા અનૌપચારિક ક્ષેત્રના કામદારોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યુ છે, જે ખૂબ સારી બાબત છે. શ્રમ મંત્રાલયે 38 કરોડ અનૌપચારિક ક્ષેત્રના કામદારોનો રાષ્ટ્રીય સ્તરે ડેટા બેઝ તૈયાર કરવા માટે ગત તા. 26 ઓગસ્ટે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કર્યુ હતું. જે સરકારને વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓના લાભો કામદારો સુધી સીધા પહોંચાડવામાં મદદરૂપ બન્યું છે. જોકે, કોડ ઓન સોશિયલ સિક્યુરિટી સમાજિક સુરક્ષા ફંડ અંતર્ગત અનૌપચારિક ક્ષેત્રના કામદારોને સુરક્ષા પ્રદાન કરવામાં આવશે.

Next Story