Connect Gujarat
ગુજરાત

સુરત કાપોદ્રામાં ધુળેટીના દિવસે થયેલ હત્યાના આરોપીને કડક સજાની માંગ સાથે દેવીપૂજક સમાજે કર્યો વિરોધ

સુરત કાપોદ્રામાં ધુળેટીના દિવસે થયેલ હત્યાના આરોપીને કડક સજાની માંગ સાથે દેવીપૂજક સમાજે કર્યો વિરોધ
X

સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં દેવીપૂજક સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે દેવીપૂજક સમાજના એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. ત્યારે આરોપીને કડક સજા થાય તેવી માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

કાપોદ્રામાં ધુળેટીના દિવસે મિત્રો સાથે જઇ રહેલા રાહુલ નામના ઇસમની હત્યા કરવામાં આવી હતી. બાઇક અથડાવવા જેવી નજીવી બાબતે યુવાનની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં કાપોદ્રા પોલીસે એક કિશોર સહિત ત્રણની ધરપકડ કરી લીધી છે અને આરોપીઓ હાલ રિમાન્ડ હેઠળ છે. ત્યારે દેવીપૂજક સમાજના લોકો દ્વારા કાપોદ્રા પોલીસ મથક બહાર મોરચો માંડ્યો હતો અને સુત્રોચાર કર્યા હતા. આ લોકોની માંગ છે કે આરોપીઓને કડક સજા કરવામાં આવે. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મામલો થાળે પાડવામાં આવી રહ્યો છે.

Next Story