ભારતમાં કોરોનાના કેસોએ રેકોર્ડ તોડી નાંખ્યો છે. દેશમાં ગુરુવારે કોરોનાના 1.16 લાખથી વધારે નવા મામલા સામે આવ્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિએન્ટને લીધે ત્રીજી લહેરની શરુઆત થઈ ચૂકી છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ઓમિક્રોનના કારણે બીજી લહેરની સરખામણીએ તે ખૂબ સ્પીડમાં ફેલાઈ રહ્યો છે.

દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 1,16, 390 કેસ સામે આવ્યા છે. આ બુધવારની સરખામણીએ 56.5 ટકાથી વધારે છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 351, 09, 286 કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 36, 265 મળ્યા છે. જ્યારે બંગાળમાં 15, 421 દિલ્હીમાં 15, 097, તમિલનાડુમાં 6983 કેસ, કેરળમાં 4, 649 કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ મળેલા કેસ 66.97 ટકા કેસ આ 5 રાજ્યો માંથી છે. ત્યારે સૌથી વધારે ચિંતાજનક એ છે કે આ વખતે કોરોનાની અડફેટમાં સ્વાસ્થ્ય કર્મીઓના આંકડા પણ વધી રહ્યા છે. દેશભરમાં અત્યાર સુધી લગભગ 1 હજાર ડોકટર અને સ્વાસ્થ્યકર્મી કોરોનાની ઝપેટમાં છે.