Connect Gujarat
ગુજરાત

ડભોઇ: રોડ ઉપર પાણી ભરાતા શિરોલા પ્રાથમિક શાળાના બાળકો જીવના જોખમે ભણવા બન્યા મજબુર

ડભોઇ: રોડ ઉપર પાણી ભરાતા શિરોલા પ્રાથમિક શાળાના બાળકો જીવના જોખમે ભણવા બન્યા મજબુર
X

ડભોઇ તાલુકા ના શિરોલા ગામે પ્રાથમિક શાળામા જીવના જોખમે બાળકો અભ્યાસ કરી રહ્યા છે શાળા ની પાછળ ના ફડીયામા થી ૨૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ ભણવા પ્રાથમીક શાળા અને નંદઘર મા આવે છે પરંતુ હાલ પડેલા વરસાદને પગલે રોડ ઉપર પાણી ભરાઇ જવાથી જીવના જોખમે શાળામા ભણવા આવવું પડતુ હોઇ ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

પાણીના નીકાલ માટે સરકાર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા વાલીઓ મા ભારે રોષની લાગની પ્રવર્તી છે જ્યારે બાળકો ને મુકવા આવતા વાલીઓ નિશાળની ૫ ફુટ ઉચી દિવાલ ઉપર થી એક પછી એક બાળકને મુકવા આવાનો વારો આવ્યો છે અને જો બાળક દિવલ ઉપર થી પડી જાય તો બાળકો ના જીવ ને જોખમ રૂપ બને તેમ હોઇ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત યુધ્ધના ધોરણે રસ્તા પર ના પાણીનો નિકાલ લાવે તેવી માંગ ઉઠવા પામી છે.

ડભોઇ તાલુકાનુ શિરોલા ગામ આશરે ૧૫૦૦ જેટલી વસ્તી ધરાવે છે આ ગામના બાળકો નજીક મા જ પ્રાથમીક અભ્યાસ કરી શકે તે માટે ગામની બહાર સરકાર દ્વારા પ્રાથમીક શાળા બનાવી આપવામા આવી છે તેમજ તે જ શાળાના કેમ્પસ મા પાયાનુ ભણતર મેળવી શકે તે માટે નાના નાના ભુલકાઓ માટે નંદઘર પણ બનાવી અપાયુ છે ડભોઇ પંથક મા હાલ છેલ્લા ૩ દિવસ થી ભારે વરસાદ ને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા જ્યારે આ ગામના છેલ્લા ત્રણ વર્ષ થી નિશાળ ફડીયા, નવી નગરી સહિત ૫ વિસ્તારો મા જવા માટે એક માત્ર આર.સી.સી. રોડ નુ નિર્માણ કરવામા આવ્યુ હતુ જેના લેવલીંગ નુ કામ વ્યવસ્થીત ન કર્યુ હોઇ છેલ્લા ૨ વર્ષો થી આ રોડ ઉપર ઘુટણ સમા પાણી ભરાઇ જાય છે.

વરસાદ બંધ થયે આજે ૪૨ કલાક થઇ ગયા પણ હજી સુધી પાણી નિસરવા નુ નામ ન લેતા પ્રાથમીક શાળામા ૨૦૦ ઉપરાંત અભ્યાસ કરતા બાળકો ને આ પાણીમા ચાલીને આવાની ફરજ પડે છે તો નાના નાના ભુલકાઓ ને પાણી મા આવતા બીક લાગતી હોઇ વાલીઓ બાળકો ને નંદ ઘર મોકલતા ખચકાય છે આ જ રોડ ની બાજુમા એક એમ.જી.વી.સી.એલનુ ડીપી પણ આવેલ હોઇ બાળકો અને ત્યાથી પસાર થતા લોકો ને કરંટ લાગવાનો ભય સેવાઇ રહ્યો છે જ્યારે બાળકો ને નંદઘર સુધી લાવા માટે તેડાઘર ની બહેનો શાળાની ૫ ફુટ ઉચી દિવાલો કુદાવી ને બાળકો ને નંદઘર સુધી લાવી જીવના જોખામે ભણાવાનો વારો આવતા રહીશોમા ભરે રોષ ફેલાયો છે

ડે. સરપંચ દક્ષેસભાઇ પટેલ દ્વારા તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત મા અનેક રજુઆતો કરી પણ કોઇ નિરાકરણ લાવામા આવ્યુ ન હોઇ આ રોડ નુ લેવલીંગ અથવા પાણી ભરાય છે ત્યા વરસાદી કાંસ બનાવી પાણીના નીકાલ માટે રસ્તો કરીઆપવા લોક માંગ ઉઠવા પામી છે.

Next Story