Connect Gujarat
Featured

દાદરાનગર હવેલીના સાંસદનો મૃતદેહ મુંબઈની સી ગ્રીન હોટલમાંથી મળ્યો, ગુજરાતીમાં સ્યૂસાઈડ નોટ મળતા આપઘાતની આશંકા

દાદરાનગર હવેલીના સાંસદનો મૃતદેહ મુંબઈની સી ગ્રીન હોટલમાંથી મળ્યો, ગુજરાતીમાં સ્યૂસાઈડ નોટ મળતા આપઘાતની આશંકા
X

મુંબઈની સી ગ્રીન હોટલમાંથી દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી છે, ત્યારે ગુજરાતીમાં સ્યૂસાઈડ નોટ પણ મળી આવતા સાંસદે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ટ્રેડ યુનિયનના નેતા તરીકે પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરનાર દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મુંબઈની સી ગ્રીન હોટલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. 58 વર્ષીય મોહન ડેલકર દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ છે. વર્ષ 1989થી વર્ષ 2004 સુધી મોહન ડેલકરે અપક્ષ, ભાજપ અને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી સતત 6 વખત વિજય મેળવી ઈતિહાસ સર્જી દીધો હતો. 1989માં મોહન ડેલકર પહેલીવાર સાંસદ બનતા તેઓ 7 ટર્મથી ચૂંટાતા આવ્યા હતા.

વધુમાં તેઓ અલગ-અલગ ફેક્ટરીમાં કામ કરતા આદિવાસી લોકોના હક માટે પણ લડતા હતા. તેઓએ વર્ષ 1995માં આદિવાસી વિકાસ સંગઠન શરુ કર્યું હતું. વર્ષ 1991 અને 1996માં પણ તેઓ આ જ મત વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 1998માં તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેઓ વર્ષ 2009માં ફરીથી કોંગ્રેસમાં જોડાયા અને વર્ષ 2019માં રાજીનામું આપીને અપક્ષ લોકસભાની ચૂંટણી લડી અને સાંસદ બન્યા હતા. ત્યારબાદ મોહન ડેલકર JDUમાં પણ જોડાયા હતા. જોકે તેમનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

Next Story