દાહોદઃ પરિવારની આત્મવિલોપનની ચીમકીના પગલે ખડકાયો પોલીસ બંદોબસ્ત

New Update
દાહોદઃ પરિવારની આત્મવિલોપનની ચીમકીના પગલે ખડકાયો પોલીસ બંદોબસ્ત

હોસ્પિટલનાં વર્ગ 4નાં કર્મચારીને છૂટા કરી દેવાતા પરિવાર સાથે આત્મવિલોપન કરવા પહોંચ્યા હતા

દાહોદ સરકારી દવાખાનામાં વર્ગ 4 નાં કર્મચારીનો કોઈક કારણોસર બરતરફ કરવામાં આવ્યા હતા. જેને લઈને તેમણે પોતાની સાથે થયેલા અન્યાયને લઈને પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આત્મવિલોપનની ચીમકીનાં પગલે દાહોદ સરકારી દવાખાને અને કલેક્ટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

દાહોદ સરકારી દવાખાને વર્ગ 4માં ફરજ બજાવતા નિલેશ વાગજી કિશોરીને કોઈ કારણોસર ફરજ ઉપરથી બરતરફ કરવામાં આવ્યા હતા. જેમાં પોતાની સાથે અન્યાય થયો હોવાની વાતને આગળ ધરીને 15 દિવસમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી હતી. અને જો નિર્ણય નહીં લેવાય તો પરિવાર સહિત આત્મવિલોપનની ચીમકી આપી હતી. જેના પગલે પુરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દરમિયાન પરિવાર આવી પહોંચતાં પોલીસે તમામની અટકાયત કરી હતી. જેમને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા.