દાહોદ : છાપરી ગામેથી ડીઝલ ચોરીનું મસમોટુ કૌભાંડ ઝડપાયું, જુઓ ભેજાબાજો કેવી રીતે કરતાં હતા ચોરી..!

દાહોદ જિલ્લાના છાપરી ગામે ઢાબાની બાજુમાંથી પસાર થતી ડીઝલની પાઈપલાઈનમાંથી કરવામાં આવતી ડીઝલની ચોરીનું મસમોટુ કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. જેમાં 3 ભેજાબાજોએ અંદાજે રૂપિયા 7.50 લાખની કિંમતનું 12 હજાર લીટર જેટલું ડીઝલ ચોરી કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
દાહોદના છાપરી ગામે બાયપાસ રોડની બાજુમાંથી પસાર થતી ડીઝલની પાઈપલાઈનમાંથી ડીઝલની કરાતી મસમોટી ચોરી પકડાઈ છે. જોકે આ સમગ્ર ડીઝલ ચોરી માટે બાજુમાં આવેલા ઢાબાના માલિક સામે ફરિયાદ નોંધાવા પામી છે. ઢાબાનો માલિક હાલમાં પોલીસની પકડથી બહાર છે. ઢાબાના માલિક સહીત અન્ય 2 લોકો ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની પાઈપલાઈનમાં વાલ્વ ફિટ કરી ડીઝલની ચોરી કરતા હતા, ત્યારે દાહોદ તાલુકા પોલીસ દ્વારા અનુમાન લગાવાઇ રહ્યું હતું કે, કોઈક ભેજાબાજો જ આ સમગ્ર ડીઝલ ચોરી મામલે જોડાયેલો હોવા જોઈએ, ત્યારે પોલીસે તે દિશામાં તપાસ કરતાં પાઇપલાઈનની નજીકમાં આવેલા ચામુંડા ઢાબા હોટલનો માલીક અને તેના અન્ય 2 સાગરીતો મળીને લોખંડની પાઇપલાઈનમાં વાલ્વ લગાવી ડીઝલની ચોરી કરતા હતા. જેમાં ભેજાબાજોએ અત્યાર સુધીમાં 12 હજાર લીટર ડીઝલની ચોરી કરી હતી. અંદાજે તેની કિંમત કુલ 7.50 લાખ જેટલી થવા જઈ રહી છે, ત્યારે ડીઝલ ચોરી મામલે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં દાહોદ તાલુકા પોલીસ મથકે ઢાબાના માલિક સહીત અન્ય 2 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે દાહોદ તાલુકા પોલીસે ફરિયાદના આધારે ઢાબાના માલિક સહીત અન્ય 2 લોકો વિરુદ્ધ ડીઝલ ચોરીનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 456 નવા કેસ નોધાયા, 386 દર્દીઓ થયા સાજા
3 July 2022 2:40 PM GMTસાબરકાંઠા: પોળો જંગલોમાં હવેથી પેટ્રોલ-ડીઝલની કાર નહીં ચાલે, ડેમ સાઈટ...
3 July 2022 12:59 PM GMTગુજરાતમાં ચોમાસુ જામ્યું, વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ
3 July 2022 11:42 AM GMTઅમદાવાદ: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે,ઉદયપૂરની ઘટનાની ...
3 July 2022 11:35 AM GMTભરૂચ: પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં સન્માન...
3 July 2022 11:19 AM GMT