Connect Gujarat
ગુજરાત

દાહોદઃ નગરપાલિકાનાં 102 કામદારોએ માંગી સામૂહિક આત્મ વિલોપનની મંજૂરી

દાહોદઃ નગરપાલિકાનાં 102 કામદારોએ માંગી સામૂહિક આત્મ વિલોપનની મંજૂરી
X

નગરપાલિકામાં થયેલા ભરતી કૌભાંડને ધ્યાને લઈ હંગામી સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ

દાહોદ નગરપાલિકાનાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા હંગામી સફાઈ કામદારો તથા 102 રોજમદાર સફાઈ કામદારો કાયમી કરવાની માંગ કરી છે. વળી રહેમરાહે ચાલતા રોજમદાર સફાઈ કામદારોને પણ કાયમી કરવા રજૂઆત કરી છે. જો તેમ નહિં થાય તો સામુહિક આત્મવિલોપનની મંજૂરી આપો તેવી લેખિત રજૂઆત કરી હતી. દાહોદ નગરપાલિકામાં ભરતી કૌભાંડ થયેલું હોવાથી તે કર્મચારીઓને રદ કરી છુટા કરવા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી સામૂહિક આત્મવિલોપનની મજૂરી માંગતા ખળભળાટ મચ્યો છે.

દાહોદ નગર પાલિકામાં મ્યુનિસિપલ જનરલ બોર્ડ દ્વારા કરવામાં આવેલા 13 ફેબ્રુઆરી 2012નાં ઠરાવ નંબર 257, તા 15 ઓક્ટોબર 2008નાં ઠરાવ નંબર 331, તથા તા 27 જુલાઈ 2008નાં ઠરાવ નંબર 504 વગેરે ઠરાવો ગુજરાત નગર પાલિકા અધિનિયમની કલમ 258 હેઠળ ઠરાવો રીવ્યુમાં લઈ ઠરાવો રદ કરવાની માંગ સાથે ઉપરોક્ત ઠરાવોને નગર પાલિકા દાહોદમાં ભરતી કૌભાંડ થયેલ હોવાથી તેના રદ કરવા માંગ કરી છે.

દાહોદ નગરપાલિકાને આરોગ્ય વિભાગના ફરજ બજાવતા હંગામી સફાઈ કામદાર તથા 102 રોજમદાર સફાઈ કામદાર અને રહેમરાહે ચાલતા રોજમદાર સફાઈ કામદારોને સામુહિક આત્મવિલોપનની મંજૂરી માટે તથા દાહોદ નાગરપાલીમાં ભરતી કૌભાંડ થયેલ હોવાથી તેમને છુટા કરવા માટે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વાર દાહોદ જિલ્લા પ્રમુખ અજય કે. વાઘેલાનાં હસ્તે દાહોદ કલેક્ટર વિજય ખરાડીને આવેદનપત્ર આપીને રજૂઆતમાં 30 દિવસમાં કૌભાંડમાં જે તે સમયે ચીફ ઓફિસરો નગરપાલિકાના પદા ધિકારીઓ અને પ્રમુખ ઓફિસરો કાઉન્સિલરો સભ્યો સામે કાયદેસર કર્યવાહિ કરી રીવ્યુ લઇ રદ કરવા માંગ કરી છે. જો તેમ નહિં કરવામાં આવે તો તમામ સફાઈ કામદારોને સામુહિક આત્મવિલોપન કરવાની મજૂરી આપવામાં આવે તેવી મંગા કરવામાં આવી છે.

Next Story
Share it