દાહોદ : સસ્તા અનાજની દુકાનમાં ગાંધીનગરની વિજિલન્સ ટીમના દરોડા

New Update
દાહોદ : સસ્તા અનાજની દુકાનમાં ગાંધીનગરની વિજિલન્સ ટીમના દરોડા

દાહોદની સસ્તા અનાજની દુકાનમાં ગાંધીનગરની વિજિલન્સ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા સરકારી દુકાનદારોમાં ફફડાટ મચી જવા પામી હતી. દાહોદ જિલ્લામાં આવેલી સરકારી દુકાનોમાં સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની જાણકારી મળી. જેથી સ્થાનિકોએ ગાંધીનગર વિજિલન્સને જાણ કરતા ફતેપુરા તાલુકાના સુખસર ગામ મોડી રાત્રિએ વિજિલન્સ ટીમે છાપો માર્યો હતો. જ્યારે બાજુની દુકાનમાં થી ૪૧ જેટલા રેશનકાર્ડનો જથ્થો પકડી પાડયો હતો. તથા સરકારી અનાજની દુકાન રેકોર્ડ અને માલમાં વિસંગતતા જોવા મળી હતી.

વિજિલન્સ ટીમ દ્રારા આજ રોજ બીજા દિવસે પણ તપાસ ચાલુ રહી હતી. વિજિલન્સના દરોડાને પગલે દાહોદ જિલ્લામાં સરકારી અનાજ ખરીદનારના વ્યાપારી અને દુકાન સંચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

Latest Stories