Connect Gujarat
ગુજરાત

ડાંગ : કાવેરી નદી પર જુજ ડેમ છલકાયો, કેટલાક ગામોને કરાયા એલર્ટ

ડાંગ : કાવેરી નદી પર જુજ ડેમ છલકાયો, કેટલાક ગામોને કરાયા એલર્ટ
X

ડાંગ જિલ્લામાં મેઘો મહેરબાન થતા નદી નાળાઓ છલકાયા છે. જેમાં કાવેરી નદીના કેચમેન્ટ સાપુતારામાં વરસેલા વરસાદે કાવેરી નદીને છલોછલ કરી દીઘી છે નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી નદી પર બનેલા જુજ ડેમમાં ૮૦% વરસાદી પાણીની આવકથી ઉભરાવવાની તૈયારીઓ કરી રહ્યો છે. જેને લઈને નવસારી જિલ્લાના કેચમેન્ટ વિસ્તારના ગામડાઓમાં આવનાર દિવસોમાં પાણી ભરાઈ જવાની શક્યતાનો દેખાઈ રહી છે.

નવસારીના ઉપરવાસ ડાંગ જિલ્લામા અવિરત વરસી રહેલા વરસાદને પગલે નવસારીના વાંસદા તાલુકામા આવેલા કેલિયા અને જુજ ડેમમા પાણીની આવક વધી છે. ખાસ કરીને જુજ ડેમમાં હાલ રોજની 1000 થી 1100 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને પગલે જુજ ડેમની જળ સપાટી 165મીટરે પહોંચતા ડેમ 80 ટકા જેટલો ભરાયો છે. જેને કારણે ડેમના હેંઠ્વાસ વિસ્તારમાં આવતા કાવેરી નદી કિનારાના વાંસદા તાલુકાના 13, ચીખલી તાલુકાના 5 અને ગણદેવી તાલુકાના 6 ગામો મળીને કુલ 24 ગામોને એલર્ટ કરાયા છે. જો આજ પ્રમાણે અવિરત વરસાદ વરસતો રહ્યો, તો એક બે દિવસોમા જુજ ડેમ ઓવર ફ્લૉ થવાની શક્યતા રહેલી છે.

Next Story