Connect Gujarat
Featured

રાજ્યસભામાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો પડકાર, 'દુનિયામાં એવી કોઈ શક્તિ નથી કે જે ભારતીય સેનાને પેટ્રોલિંગ કરતા રોકી શકે'

રાજ્યસભામાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો પડકાર, દુનિયામાં એવી કોઈ શક્તિ નથી કે જે ભારતીય સેનાને પેટ્રોલિંગ કરતા રોકી શકે
X

રાજ્યસભામાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું, "એ વાત સાચી છે કે આપણે લદાખમાં એક પડકારમાંથી પસાર થઈ રહ્યા છીએ, પરંતુ મને વિશ્વાસ છે કે આપણો દેશ અને આપણા બહાદુર સૈનિકો આ પડકારનો સામનો કરશે." ચીનની કથની અને કરનીમાં ફરક છે.

ભારત-ચીન સરહદ વિવાદ અંગે લોકસભા બાદ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આજે રાજ્યસભામાં નિવેદન આપ્યું છે. રાજનાથસિંહે કહ્યું, ચીનની કથની અને કરનીમાં ફરક છે, પરંતુ ભારત કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. દુનિયામાં એવી કોઈ શક્તિ નથી કે જે ભારતીય સેનાને પેટ્રોલિંગ કરતા રોકી શકે. ચીનની હરકતોના કારણે ગાલવાન ખીણમાં ઝઘડાની પરિસ્થિતી બની છે.

રાજનાથસિંહે કહ્યું કે, "ચીને કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખની લગભગ 38,000 ચોરસ કિલોમીટર જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો છે. ચીન હજી પણ અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદના પૂર્વીય ક્ષેત્રમાં આશરે 90,000 ચોરસ કિલોમીટર ભારતીય ક્ષેત્રનો દાવો કરે છે. "

રાજનાથે કહ્યું, "ભારત અને ચીન બંનેએ ઓપચારિક રીતે માન્યતા આપી છે કે સરહદ વિવાદ એક જટિલ મુદ્દો છે જેને સમાધાન કરવા શાંતિની જરૂર છે. આ મુદ્દાને શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા ઉકેલી લેવો જોઈએ. અમે ચીનને રાજદ્વારી અને સૈન્ય ચેનલ દ્વારા જણાવી દીધું છે કે આવી પ્રવૃત્તિઓ પરિસ્થિતિને એકતરફી બદલવાનો પ્રયાસ છે. તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પ્રયત્નો કોઈ પણ સંજોગોમાં અમને સ્વીકાર્ય નથી. "

તેમણે કહ્યું, "ચીન માને છે કે સીમા હજી ઓપચારિક રીતે નક્કી કરવામાં આવી નથી. તે માને છે કે બંને દેશોની ઐતિહાસિક અધિકારક્ષેત્રના આધારે પરંપરાગત રિવાજોની જુદી જુદી અર્થઘટન છે. 1950-60 ના દાયકામાં તેના પર વાતચીત ચાલી રહી હતી પરંતુ કોઈ સમાધાન મળ્યું નથી.

Next Story