Connect Gujarat
દેશ

દિલ્હી: 24 કલાક બાદ પણ ચૂંટણી પંચ ટકાવારી જાહેર નથી કરી શક્યું, ‘EVM’ પર ઊભા થયા સવાલ

દિલ્હી: 24 કલાક બાદ પણ ચૂંટણી પંચ ટકાવારી જાહેર નથી કરી શક્યું, ‘EVM’ પર ઊભા થયા સવાલ
X

દિલ્હી વિધાનસભાની

ચૂંટણી માટે મતદાન બાદ આપ નેતા સંજયસિંહે

ઇવીએમ અંગે સવાલો ઉભા કર્યા છે. સંજયે ચૂંટણી પંચનો જવાબ માંગ્યો હતો અને કહ્યું

હતું કે મતદાનની ટકાવારી આપવામાં કેમ આટલું વિલંબ થાય છે તે આયોગે સમજાવવું જોઈએ.

દિલ્હી વિધાનસભાની

ચૂંટણીઓ માટે મતદાન થઈ ચૂક્યું છે અને એક્ઝિટ

પોલમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે. ચૂંટણીના પરિણામો પહેલાં જ 'આપ' નેતા સંજયસિંહે ઇવીએમ અંગે સવાલો ઉભા કર્યા છે.

સાથે જ સંજયસિંહે કહ્યું કે, દિલ્હીમાં 70

વિધાનસભા છે પરંતુ 24 કલાક પછી પણ મતદાનની ટકાવારી જાહેર કરવામાં આવી નથી. ચૂંટણી

પંચે સમજાવવું જોઇએ કે આટલો વિલંબ કેમ થાય છે?

સંજય સિંહ ઉપરાંત

દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ ચૂંટણી

પંચ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ટ્વિટ કર્યું હતું કે 'આ એકદમ આઘાતજનક છે.

ચૂંટણી પંચ શું કરી રહ્યું છે? કેટલાક કલાકોના મતદાન પછી પણ તેઓ

મતદાનના આંકડા કેમ જાહેર કરી રહ્યાં નથી? '

સંજયસિંહે કહ્યું, 'જો ભારતીય જનતા

પાર્ટીએ દાળમાં કઇં કાળું કર્યું

હોય તો બતાવે, જો ઇવીએમમાં કંઇક ગોટાળો કર્યો હોય તો ભાજપ વાળા કહે. 70 વર્ષના ઇતિહાસમાં કેટલું મતદાન

થયું તે ચૂંટણી પંચ બતાવવા તૈયાર

નથી. કોઈ ખેલ ખેલાઈ રહ્યો છે. અંદર અંદર જ કઇં રંધાઇ રહ્યું છે.

'ગત ચૂંટણી કરતા

પરિણામો વધુ સારા'

આમઆદમી પાર્ટીના

સાંસદ સંજયસિંહે કહ્યું કે, પરિણામો અંગે વિશ્વાસ છે કે 2015 નો રેકોર્ડ તૂટી જશે. તેમણે કહ્યું, 'અમે સકારાત્મક

મુદ્દાઓ પર લડ્યા હતા. ભાજપે નફરતનું રાજકારણ કર્યું. શાહીન બાગ અને શું મુદ્દો

ઉઠાવ્યો તેની ખબર નથી. ગત ચૂંટણીઓ કરતા 2020 ના પરિણામો વધુ સારા આવશે.

Next Story