Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : જંબુસર કાછિયા પટેલ સમાજ દ્વારા જળજીલણી એકાદશી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાય...

ભાદરવા સુદ અગિયારસ એટલે, જળ ઝીલણી પવિત્ર એકાદશી. જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભરૂચ : જંબુસર કાછિયા પટેલ સમાજ દ્વારા જળજીલણી એકાદશી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાય...
X

જળજીલણી એકાદશીના દિવસે ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત કાછિયા પટેલ સમાજ દ્વારા નકલંદેવ અને લાલજી મહારાજને નાગેશ્વર તળાવમાં નૌકા વિહાર કરાવી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

ભાદરવા સુદ અગિયારસ એટલે, જળ ઝીલણી પવિત્ર એકાદશી. જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે, એટલે તેને પરિવર્તિની એકાદશી પણ કહેવાય છે. આજના દિવસનું કાછિયા પટેલ સમાજમાં અનેરું મહત્વ છે. આજના દિવસે ભગવાન નકલંદેવ અને લાલજી મહારાજને નિજમંદિર ગર્ભ ગૃહમાંથી બહાર લાવી ભગવાનને જંબુસર નગરના પૌરાણિક નાગેશ્વર તળાવમાં વિહાર કરાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ આરતી કરી કાકડી અને જાંબુડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ભગવાનને સંગીતની સુરાવલી સાથે પાલખીમાં બિરાજમાન કરી નગરના ગણેશ ચોક ઉપલી વાટ કોટ દરવાજા અને મુખ્ય બજાર સહિતના માર્ગો પર ભગવાને નગરચર્યા કરી પરત હસ્તી ફળીયા પૂનમ નાથા કાછિયા પટેલને ત્યાં ભગવાનની શોભાયાત્રાનો રંગેચંગે ઉતારવો કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા દરમ્યાન ભક્તોએ ઠેર-ઠેર સ્વાગત કરી ભગવાનના દર્શન માટે માનવ મેદની ઉમટી પડી હતી.

શોભાયાત્રામાં પાલિકા ઉપ પ્રમુખ ધર્મેશ પટેલ, જીલ્લા મંત્રી ક્રુપા દોશી તેમજ પાલિકા સદસ્યો યુગેશ પુરાણી સહિત સમાજ અગ્રણી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story