Connect Gujarat
ધર્મ દર્શન 

ભાવનગર : નવલા નોરતાના પ્રથમ દિવસે કરો શક્તિપીઠ ઊંચા કોટડા સ્થિત માઁ ચામુંડાના દર્શન...

X

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના શક્તિપીઠ ઊંચા કોટડા સ્થિત ચામુંડા માઁનું ભવ્ય મંદિર આવેલું છે. માનવામાં આવે છે કે, અહી માઁ ચામુંડાએ કાળીયા ભીલને સાક્ષાત દર્શન સહિત ખંડિયું ત્રિશુલ આપીને પૂજા કરવાનું કહ્યું હતું. જોકે, આજે પણ ચામુંડા માઁના મંદિરમાં કાળીયા ભીલના વંશજો સ્થાપિત છે. આ સાથે જ અહી ચામુંડા માઁની વિશેષ પૂજા કરવામાં આવે છે, ત્યારે આજે નવલા નોરતાના પ્રથમ દિવસે કરો શક્તિપીઠ ઊંચા કોટડા સ્થિત માઁ ચામુંડાના દર્શન...

ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા વચ્ચેના સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર "ગઢ કોટડા'' તરીકે ઓળખાતા પ્રાચીન તીર્થમાં વર્ષો પહેલા ઝાંઝમેરના ખીમાજીએ આ સ્થળે ચામુંડા માતાની આરાધના કરી ત્રિશુળ, ચુંદડી અને ચુડીની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરી હતી. મારવાડથી આવીને અહીં વસેલ જસાજી ભીલે અહીના સ્થાનકે નિત્ય પૂજન-અર્ચનની પરંપરા શરૂ કરી હતી. ત્યારબાદ જસાજી ભીલને ત્યાં માતાજીના આશીર્વાદથી દીકરાનો જન્મ થયો હતો, જેનું નામ માતાજીએ કાળિયો રાખ્યું હતું, જેને માતાજીએ સાક્ષાત દર્શન સહિત ખંડિયું અને ત્રિશુલ આપીને પૂજા કરવાનું જણાવ્યુ હતું. જોકે, આજે પણ આ મંદિરમાં કાળીયા ભીલના વંશજો માતાજીની પૂજા અને નોરતામાં ઉપવાસ કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

જોકે, વર્ષો ૫હેલા ખાંડીયા અને ત્રિશુલ 15 દિવસ ચોટીલાના ડુંગરે અને 15 દિવસ ઉંચા કોટડા માતાજીના મંદિરે રહેતુ હોવાની લોક માન્યતા પણ છે. અહીં ચૈત્ર પુનમના દિવસે મેળો ભરાય છે. જ્યાં લાખો લોકો દર્શન કરવા માટે આવે છે. આ ઉપરાંત રજાના દિવસોમાં પણ આસપાસના ગામોમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે. પ્રવાસન સ્થળ તરીકે એક મહુવા તાલુકાનું એક શક્તિપીઠ છે. ઉંચા કોટડાના મહત્વના દિવસોમાં ચૈત્ર માસ ધણો મહત્વનો માસ છે. આ માસ દરમ્યાન માઁ શક્તિની ઉ૫સનાનું ઘણું મહત્વનું રહેલું છે. ટ્રસ્ટ દ્વારા લાપસી-પ્રસાદ માટે આવતા યાત્રા સંઘ માટે વાસણ, પાણી, બળતણ અને જરૂરી સાધન-સામગ્રી પૂરી પાડવામાં આવે છે. સંસ્થા દ્વારા તમામ યાત્રિકો માટે કોઈપણ જાતના ભેદભાવ વિના સાર્વજનિક ભોજન-પ્રસાદની કાયમી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ તીર્થના વિકાસ અને વ્યવસ્થા અર્થે ટ્રસ્ટી, આગેવાનો અને ગામેગામના સેવા મંડળો દ્વારા ભક્તિપૂર્વ સેવા બજાવવામાં આવી રહી છે.

Next Story