કચ્છ: ઇતિહાસમાં પ્રથમ વખત રાજ પરિવારના મહારાણી દ્વારા ભુજમાં ચામરપૂજા કરાય

કચ્છના ઇતિહાસમાં આજે ગૌરવવંતી ક્ષણ છે કારણકે પ્રથમ વખત કચ્છ રાજ પરિવારના મહારાણી દ્વારા ભુજમાં ચામરપૂજા કરવામાં આવી

New Update
કચ્છ: ઇતિહાસમાં પ્રથમ વખત રાજ પરિવારના મહારાણી દ્વારા ભુજમાં ચામરપૂજા કરાય

કચ્છના ઇતિહાસમાં આજે ગૌરવવંતી ક્ષણ છે કારણકે પ્રથમ વખત કચ્છ રાજ પરિવારના મહારાણી દ્વારા ભુજમાં ચામરપૂજા કરવામાં આવી હતી.આજે આસો નવરાત્રીની પાંચમના દિવસે પરંપરાગત ચામર પૂજા થયા બાદ આગામી આઠમના દિવસે માતાના મઢ ખાતે પત્રીવિધિ કરવામાં આવશે

કચ્છના કુળદેવી માં આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે દર વર્ષે આસો નવરાત્રી દરમિયાન પત્રીવિધિ કરવામાં આવે છે જેનું કચ્છ માટે ઘણું મહત્વ છે.કચ્છના રાજ પરિવારના મોભી માં આશાપુરા સમક્ષ ખોળો પાથરી કચ્છની પ્રજાની સુખ સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગે છે અને મા તેમના ખોળામાં પત્રી રૂપી આશીર્વાદ આપે છે.આ પત્રી વિધિ પૂર્વે આજે પાંચમના દિવસે ભુજમાં દરબાર ગઢ ખાતે આવેલ ટીલા મેડી મંદિરે ચામર પૂજા કરવામાં આવી છે.કચ્છનાં ઇતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે મહારાણી પ્રીતિદેવીએ આ પૂજા કરી હતી અત્યાર સુધી મહારાવ અને તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિ દ્વારા આ વિધિ કરાતી હતી જોકે કોર્ટના ચુકાદા બાદ આજે મહારાણીએ ચામરપૂજા કરી હતી.આજની પૂજા બાદ સાતમના દિવસે અહીંથી ચામર યાત્રા નીકળશે અને સાતમના દિવસે માતાના મઢ ખાતે પહોંચશે.આઠમના દિવસે સવારે માતાના મઢ ખાતે ચાચરા કુંડમાં સ્નાન કર્યા બાદ શાહી સવારી માતાના મઢમાં પહોંચશે અને માં આશાપુરા સમક્ષ મહારાણી પ્રીતિદેવી ખોળો પાથરીને આશીર્વાદ માંગશે. મા ના આશીર્વાદથી તેમના ખભા પર રાખેલ પત્રી આપોઆપ ખોળામાં આવશે જે ક્ષણ અદ્દભૂત માનવામાં આવે છે.કચ્છીઓ માટે આ દિવસ અતિ મહત્વનો હોય છે

Latest Stories