કચ્છ જિલ્લાના રાપર સ્થિત પૌરાણિક નાગેશ્વર મંદિર ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ શિવકથા સાંભળવાનો લ્હાવો લીધો હતો.
હાલ ચાલી રહેલા પવિત્ર અને પાવન શ્રાવણ માસ દરમ્યાન રાપર શહેરના નગાસર તળાવના રમણીય સ્થળ પર આવેલા પૌરાણિક 500 વર્ષ જૂના શિવ મંદિર એટલે નાગેશ્ચર મહાદેવના મંદિર ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લલીયાણાના અજયપ્રસાદ ગોર દ્વારા વ્યાસપીઠ પરથી ભક્તોને કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. કથા દરમ્યાન શિવ પાર્વતી વિવાહ, બાર જ્યોતિર્લિંગ પુજા સહિત શિવ મહાપુરાણના પ્રેરક પ્રસંગો રજૂ થયા હતા. નાગેશ્ચર મિત્ર મંડળ દ્વારા છેલ્લા 39 વર્ષથી કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.