Connect Gujarat
ધર્મ દર્શન 

રાજકોટ : વીરપુરધામ સહિત અન્નક્ષેત્ર સતત 6 દિવસ સુધી બંધ રહેશે, જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો

જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખી 6 દિવસ સુધી બંધ રાખવાનો ગાદીપતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ : વીરપુરધામ સહિત અન્નક્ષેત્ર સતત 6 દિવસ સુધી બંધ રહેશે, જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો
X

રાજકોટ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર મંદિર સહિત અન્નક્ષેત્રને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખી 6 દિવસ સુધી બંધ રાખવાનો ગાદીપતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી દેવાલયો સહિત યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓની ભીડ નહિવત જોવા મળી રહી છે, ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ઘટતા ધાર્મિક સ્થાનોમાં સરકારની ગાઈડલાઇન સાથે દર્શનાર્થીઓને દેવી-દેવતાઓના દર્શન કરવા માટે છૂટ આપવામાં આવી છે. જોકે, હવે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે મંદિરમાં થતી ભારે ભીડના કારણે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજકોટ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર સહિત અન્નક્ષેત્રને સતત 6 દિવસ સુધી બંધ રાખવાનો ગાદીપતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. વિરપુરધામના ગાદીપતિ રઘુરામબાપા દ્વારા જલારામ બાપા મંદિર સહિત અન્નક્ષેત્રને આગામી તા. 27 ઓગષ્ટથી તા. 1 સપ્ટેમ્બર સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. જેથી હવે મંદિર અને અન્નક્ષેત્ર ભક્તો માટે સતત 6 દિવસ સુધી બંધ રહેશે, ત્યારે તા. 2 સપ્ટેમ્બરના ગુરુવારના રોજથી ભક્તો પૂજ્ય જલારામ બાપાના દર્શન રાબેતા મુજબ કરી શકશે તેવું મંદિરના ગાદીપતિ દ્વારા જણાવાયું છે.

Next Story