Connect Gujarat
Featured

દ્વારકા : મેઘરાજાએ વરસાવ્યો કહેર, સાંસદ પુનમબેન માડમે મદદની લોકોને આપી ખાતરી

દ્વારકા : મેઘરાજાએ વરસાવ્યો કહેર, સાંસદ પુનમબેન માડમે મદદની લોકોને આપી ખાતરી
X

દેવભુમિ દ્વારકા જિલ્લામાં બારે મેઘ ખાંગા થતાં ઠેર ઠેર તારાજી સર્જાય છે ત્યારે સાંસદ પુનમબેન માડમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે લોકોને શકય તમામ મદદ કરવાની ખાતરી પણ આપી હતી.

દેવભૂમિદ્વારકા જિલ્લાના તીર્થક્ષેત્ર દ્વારકામાં ભારે વરસાદના પગલે ભારે તારાજી થઇ છે. શહેરી તથા ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર બની ગયાં છે અને અનેક સ્થળોએ રસ્તાઓ પણ તુટી ગયાં છે. મેઘરાજાના કહેરની સામે દ્રારકાવાસીઓ લાચાર બની ગયાં છે. વરસાદે વિરામ લેતાં હવે પાણીના નિકાલ સહિતની અનેક સમસ્યાઓ લોકો સામે આવીને ઉભી છે. સંકંટના સમયમાં જામનગરના સાંસદ પુનમબેન માડમે દ્વારકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે પાણી ભરાયેલા વિસ્તારોનું સ્થાનિક આગેવાનો સાથે જાત નિરીક્ષણ કર્યુ હતુ અને ટ્રેક્ટરમાં બેસીને તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં ચાલીને જઇ તમામ વિગતો મેળવી હતી. પુરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણીનો નિકાલ ઝડપથી થાય તે માટે સ્થાનિક અધિકારીઓને સુચના આપી હતી. વધુમાં તેમણે લોકોને શકય તમામ મદદની પણ ખાતરી આપી છે.

Next Story