Dy. CMએ કરી જાહેરાત : ખેડૂતોને મલશે હવે બમણું વળતર 

New Update
રાજ્યના 51 તાલુકા અછતગ્રસ્ત જાહેર, Dy. CM નિતીન પટેલે કરી જાહેરાત

ગુજરાત સરકારે ખેડુતોને મળતી સહાયમાં વધારો કર્યો છે. અકસ્માતે મૃત્યુ થતા ખેડુતોને 1 લાખ રૂપિયાની જગ્યાએ હવે 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

જ્યારે અકસ્માતે ગંભીર ઇજા અથવા કોઇ અંગ ગુમાવે તો તેમને 50 હજારની જગ્યાએ 1 લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ખેડુત ખાતેદારના પરિવારમાં કોઇપણ સભ્યનું અકસ્માતે મૃત્ય થાય તો 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

ગુજરાતના ડેપ્યુટી CM નીતિન પટેલે આજે ગાંધીનગરમાં પ્રેસકોન્ફરન્સ આયોજીત કરી હતી. પત્રકાર પરિસદમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે જ્યારે અમારી સરકાર આવી હતી ત્યારે અમે ગુજરાત સરકાર તરફથી કોઇ પણ ખેડૂત ખાતેદારનું અકસ્માતે મૃત્યુ થાય તો અકસ્માત વિમા યોજના અંર્તગત 50 હજારની સહાય અને જો કોઇ ખાતેદાર ખેડુતને ગંભીર ઇજા થયા અથવા તો અગત્યનું અંગ ગુમાવવાનો વારો આવે તો તે ખેડુતને ગુજરાત સરદાર દ્વારા 25 હજાર સહાય આપવામાં આવતી હતી.

ત્યારબાદ અમે આ સહાયમાં વધારો કર્યો હતો અને અકસ્માતે મૃત્યુ થાય ત્યારે 50 હજારને બદલે 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી હતી અને જો કોઇ ખાતેદાર ખેડુતને ગંભીર ઇજા થાય તો 50 હજારની સહાયનું ધરોણ વધારવામાં આવ્યું હતું.