Connect Gujarat
શિક્ષણ

ગુજરાત યુનિવર્સિટીમાં 300 CCTV કેમેરા લગાવાશે, સરકારના આદેશ બાદ પ્રક્રિયા શરૂ...

આગામી 10 દિવસમાં યુનિ.માં કેમ્પસમાં નવા સીસીટીવી લગાવાશે. હાલ સરકારની એન્જસી હેઠળ ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં 300 CCTV કેમેરા લગાવાશે, સરકારના આદેશ બાદ પ્રક્રિયા શરૂ...
X

ગુજરાત સરકાર મુખ્ય શહેરોમાં જાહેર સ્થળો પર ફરજીયાત સીસીટીવી લગાવવાની ગાઈડલાઈન જાહેર કરી છે, ત્યારે સરકારના આદેશ બાદ ગુજરાત યુનિ.માં હાલ જ્યાં પણ નવી બિલ્ડીંગો-નવા ભવન ખાતે સીસીટીવી કેમેરા નથી, ત્યાં સીસીટીવી લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ગુજરાત યુનિ.ની મળેલી સિન્ડિકેટમાં સરકારની સીસીટીવી ગાઈડલાઈન બાબતે ચર્ચા થઈ હતી. સિન્ડીકેટ બેઠકમાં નિર્ણય કર્યો છે કે, આગામી 10 દિવસમાં યુનિ.માં કેમ્પસમાં નવા સીસીટીવી લગાવાશે. હાલ સરકારની એન્જસી હેઠળ ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવી છે. યુનિ.માં છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી નવા બિલ્ડિંગો-ભવન ખાતે તેમજ હાલ જ્યાં પણ સીસીટીવી નથી તે તમામ જગ્યાઓ પર સીસીટીવી લગાવાશે. આ ઉપરાંત કોલેજોને પણ 1 હજારથી વધુ લોકો એકઠા થતા હોઈ સરકારની આ ગાઈડલાઈન અંતર્ગત સીસીટીવી લગાવવા માટે સૂચના આપશે.

સરકારની ગાઈડલાઈનને પગલે લગભગ મોટા ભાગના તમામ શૈક્ષણિક સંસ્થાઓ કે, જ્યાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ-મુલાકાતીઓ, સ્ટાફ સહિતના લોકો આવતા હોવાથી ફરજિયાત સીસીટીવી લગાવાશે. યુનિ. દ્વારા ડિજિટલ ઈન અંતર્ગત હવે સીસીટીવી ફૂટેજ સ્ટોરેજની કેપિસિટી પણ વધારાશે અને સરકારની સૂચના મુજબ ૩૦ દિવસ સુધી રેકોર્ડિંગ રાખવાની વ્યવસ્થા કરાશે. સિન્ડીકેટ મીટિંગમાં કોલેજોમાં પર્યાવરણ સુરક્ષા માટે પણ ચર્ચા કરવામા આવી હતી, અને કોલેજો માટે એક એસઓપી જાહેર કરવાનું નક્કી કર્યું હતું.

Next Story