Connect Gujarat
શિક્ષણ

સ્કૂલ ચલે હમ ! રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સ્પ્તાહથી ધોરણ 5થી8 તો દિવાળી બાદ ધો. 1થી5ના વર્ગો શરૂ કરવાની વિચારણા

સ્કૂલ ચલે હમ ! રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સ્પ્તાહથી ધોરણ 5થી8 તો દિવાળી બાદ ધો. 1થી5ના વર્ગો શરૂ કરવાની વિચારણા
X

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમાં ઘટાડો થતા જ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં ધોરણ 9 થી12 અને કોલેજોમાં શરૂ થયેલા શૈક્ષણિક કાર્ય બાદ ઓગસ્ટના પ્રથમ અઠવાડિયાથી ધોરણ 5 થી 8ની સ્કૂલો શરૂ કરવામાં આવી શકે છે, જો કે નાના ભૂલકાંઓના ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવાની શિક્ષણ વિભાગને કોઈ ઉતાવળ નહીં હોવાનું જાણવા મળ્યું છે, તે જોતા ધોરણ 1 થી 5ની શાળા દિવાળી પછી શરૂ થઈ શકે છે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ હળવું થતાં ધોરણ 9થી 11ના વર્ગો શરૂ થયાં છે. ત્યારે હવે આગામી દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ થશે.બીજા વર્ગો શરૂ કરવા મુદ્દે કોર કમિટીની બેઠક મળશે. જેમાં વધુ વર્ગો ક્યારે શરૂ કરવા તેનો નિર્ણય લેવામાં આવશે. જો કે બાળકોએ શાળાએ આવવું ફરજીયાત નથી. બીજી તરફ સ્કૂલોએ ફરજીયાતપણે ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવા પડશે તેમ શિક્ષણમંત્રી એ જણાવ્યું હતું.

શિક્ષણ મંત્રીએ આપેલા સંકેત મુજબ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. સ્કૂલના વર્ગોની સાફ સફાઈ માટે પણ સૂચના આપવામાં આવી છે. ઓગસ્ટ માસની શરૂઆતથી ધોરણ 5 થી 8 ના વર્ગો શરૂ કરવાની સરકારની વિચારણા છે.15 ઓગસ્ટ બાદ ધોરણ 1થી 5 શરૂ કરવા બાબતે સરકાર હાલ કોઈ જોખમ લેવા તૈયાર નથી. જેથી દિવાળી પછી નાના ભૂલકાંઓનું શિક્ષણ કાર્ય શરૂ કરવાની વિચારણા હાથ ધરવામાં આવશે.

Next Story