Connect Gujarat
શિક્ષણ

ગુજરાત યુનિવર્સીટીએ લદાખ યુનિવર્સિટી સાથે MOU કર્યા, વાંચો વિદ્યાર્થીઓને શું થશે લાભ

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્ટેબિલિટી અને લદ્દાખ યુનિવર્સિટી વચ્ચે કૃષિ, પર્યાવરણ સ્થિરતામાં પ્રોત્સાહન માટે MOU થયા છે.

ગુજરાત યુનિવર્સીટીએ લદાખ યુનિવર્સિટી સાથે MOU કર્યા, વાંચો વિદ્યાર્થીઓને શું થશે લાભ
X

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ લદાખ યુનિવર્સિટીમાં ભણવા જશે. સ્ટુડન્ટસ એકસચેન્જ અને જોઈન્ટ ડિગ્રી પ્રોગ્રામ ને લઈ ગુજરાત યુનિવર્સીટીએ લદાખ યુનિવર્સિટી સાથે MOU કર્યા છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્ટેબિલિટી અને લદ્દાખ યુનિવર્સિટી વચ્ચે કૃષિ, પર્યાવરણ સ્થિરતામાં પ્રોત્સાહન માટે MOU થયા છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને લદ્દાખ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. એસ.કે. મહેતાની ઉપસ્થિતિમાં આ કરાર થયા છે. આ કેન્દ્ર જળ, પર્યાવરણ, કૃષિ આંત્રપ્રિન્યોરશિપ, અને ઇન્ક્યુબેશન વગેરે જેવા સ્થિરતા અને ટકાઉપણાનાં મુદ્દા સંબંધિત સંયુક્ત કાર્યક્રમો, સંયુક્ત પ્રોજેક્ટ અને કેન્દ્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે આ એમઓયુ લદ્દાખમાં જ્ઞાનની વહેંચણી અને નીતિ વિકાસને મજબૂત કરવા માટે બંને સંસ્થાઓ વચ્ચે ટેકનિકલ સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે યુનિવર્સિટી ઓફ લદાખ સાથે એક હસ્તાક્ષર કર્યા છે. તેના સંદર્ભમાં જોઈન્ટ રિસર્ચ પ્રોગ્રામ, જોઈન્ટ ડિગ્રી પ્રોગ્રામ, સર્ટિફિકેશન, એક્સચેન્જ ઓફ સ્ટુડન્ટ્સ, એક્સચેન્જ ઓફ ફેકલ્ટી તેમજ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ને લઈને લદાખ માંથી ઘણું બધું થઈ શકે તેમ છે.આ એમઓયુ થી વધુમાં વધુ ફાયદો યુનિવર્સિટી ઓફ લદાખને થશે. વિદ્યાર્થીઓને પણ એકસપોઝરની જરૂર છે. ગુજરાતનું કલચર, યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને ઇન્કયુબેશન સેન્ટરનો અમારા વિદ્યાર્થીઓને ફાયદો થશે.

Next Story