Connect Gujarat
શિક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 એપ્રિલે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગે ચર્ચા કરશે, વિદ્યાર્થીઓને તણાવથી બચવાનો આપશે મંત્ર

પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન તણાવને દૂર કરવાનો મંત્ર આપતા જોવા મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 એપ્રિલે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગે ચર્ચા કરશે, વિદ્યાર્થીઓને તણાવથી બચવાનો આપશે મંત્ર
X

ધોરણ 10 અને 12ની બોર્ડ સહિતની અન્ય મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન તણાવને દૂર કરવાનો મંત્ર આપતા જોવા મળશે. આ ચર્ચા હવે 1 એપ્રિલે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં થશે.

આમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો અને વાલીઓને પણ સામેલ કરવામાં આવશે. કોરોના સંકટને કારણે અગાઉ આ ચર્ચાને ગત વર્ષની જેમ વર્ચ્યુઅલ રાખવામાં આવી હતી, પરંતુ કોરોનાની સ્થિતિમાં ઝડપી સુધારો આવ્યા બાદ શિક્ષણ મંત્રાલયે આ ચર્ચા પહેલાની જેમ જ આયોજિત કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ મંત્રાલયે ગુરુવારે વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીની પરીક્ષા પે ચર્ચાની તારીખની જાહેરાત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ પહેલાની જેમ જ પીએમ સાથે બેસીને પરીક્ષા અને અભ્યાસને લગતા વિષયો પર સીધા પ્રશ્નો પૂછી શકશે.

વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીની પરીક્ષાની આ ચર્ચા 2018માં શરૂ થઈ હતી. ત્યારથી દર વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે. આ ચર્ચા માટે નોંધણીની કામગીરી ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, લગભગ 12 લાખ વિદ્યાર્થીઓ અને ત્રણ લાખ શિક્ષકોએ ચર્ચામાં ભાગ લેવા માટે નોંધણી કરાવી છે. આ વિદ્યાર્થીઓમાંથી એવા વિદ્યાર્થીઓની પણ પસંદગી કરવામાં આવશે, જેઓ પીએમ મોદી પાસેથી પરીક્ષા અને અભ્યાસ સંબંધિત પ્રશ્નો પૂછશે.

Next Story