Connect Gujarat
મનોરંજન 

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં અનન્યા પાંડેની ફરી થશે પૂછપરછ, NCB એ અભિનેત્રીને ત્રીજી વખત પાઠવ્યું સમન્સ

અત્યાર સુધીમાં તેને બે વખત એનસીબી ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. ફરી અનન્યાને NCBએ સમન્સ પાઠવ્યું છે

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં અનન્યા પાંડેની ફરી થશે પૂછપરછ, NCB એ અભિનેત્રીને ત્રીજી વખત પાઠવ્યું સમન્સ
X

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ક્રુઝ શિપ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની સતત પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધીમાં તેને બે વખત એનસીબી ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. હવે ફરી એકવાર અનન્યા પાંડેને NCB દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. એજન્સીએ અભિનેત્રીને ત્રીજી વખત સમન્સ પાઠવી પૂછપરછ માટે ઓફિસ બોલાવી છે.

શુક્રવારે એનસીબીએ અનન્યા પાંડેની લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પહેલા ગુરુવારે તેમની બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એનસીબી દ્વારા અનન્યા પાંડેને બોલાવવામાં અવી હતી. જ્યારે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની વોટ્સએપ ચેટમાં અનન્યા પાંડેનું નામ સામે આવ્યું હતું. આર્યન ખાનની એનસીબી દ્વારા મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રુઝ શિપ પર દરોડા દરમિયાન ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

આર્યન ખાનના ફોનમાંથી મળેલી ચેટના આધારે અનન્યા પાંડેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અગાઉ, NCB ના અધિકારીઓએ ડ્રગ્સ કેસ વિશે સમજાવતા કહ્યું હતું કે વર્ષ 2018-19માં આર્યન ખાનના મોબાઈલ ફોન પરથી મળેલી ચેટ્સ દર્શાવે છે કે અનન્યા પાંડેએ આર્યન ખાનને ત્રણ વખત ડ્રગ્સ મેળવવામાં મદદ કરી હતી. અભિનેત્રીએ ડ્રગ ડીલરના નંબર આપ્યા હતા.

જોકે અનન્યા પાંડેએ આવી બાબતોને નકારી છે. 21 ઓક્ટોબર, ગુરુવારે અનન્યાના બાંદ્રાના ઘર પર દરોડા પડ્યા બાદ એનસીબીની ટીમે તેને ઓફિસમાં બોલાવી હતી અને લાંબા સમય સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. એનસીબીએ અનન્યા પાંડેના ઘરે દરોડો પાડ્યો હતો અને અનન્યાનો ફોન અને લેપટોપ જપ્ત કર્યું હતું. NCB એ બે દિવસમાં બાંદ્રા, CST, નાલાસોપારા સહિત 5 સ્થળો પર દરોડા પાડ્યા છે.

આર્યન ખાન વિશે વાત કરીએ તો, 20 ઓક્ટોબરે, સેશન્સ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી, જેમાં તેણે વોટ્સએપ ચેટનો પણ ઉલ્લેખ કર્યો હતો. હવે તેની જામીન પર આગામી સુનાવણી 26 ઓક્ટોબરે થશે. ડ્રગ્સના કેસમાં આર્યન ખાન હાલમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યનની સાથે અન્ય બે લોકો, તેના મિત્રો અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા પણ આ જેલમાં છે.

Next Story