Connect Gujarat
મનોરંજન 

દાદા સાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત: પુષ્પા ફિલ્મ ઓફ ધ યર, શેરશાહ બેસ્ટ ફિલ્મ

રવિવારે મુંબઈમાં વર્ષ 2022ના દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું.

દાદા સાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત: પુષ્પા ફિલ્મ ઓફ ધ યર, શેરશાહ બેસ્ટ ફિલ્મ
X

રવિવારે મુંબઈમાં વર્ષ 2022ના દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. દક્ષિણ ભારતના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર હિટ 'પુષ્પા: ધ રાઇઝ' મૂવીને 'ફિલ્મ ઓફ ધ યર'નો અવોર્ડ મળ્યો. રણવીર સિંહને ફિલ્મ '83' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. એક્ટ્રેસ ક્રિતિ સેનનને ફિલ્મ 'મિમી' માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો. દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રાધિકા મદાન, રવીના ટંડન, મનોજ વાજપેયી, અહાન શેટ્ટી, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાને અલગ-અલગ અવોર્ડ મળ્યા. અહીં જુઓ અલગ-અલગ કેટેગરીમાં મળેલા અવોર્ડનું આખું લિસ્ટ

1 'પુષ્પા' ફિલ્મ ઓફ ધ યર

2 આશા પારેખ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ યોગદાન

3 રણવીર સિંહ બેસ્ટ એક્ટર, '83' ફિલ્મ

4 ક્રિતિ સેનન બેસ્ટ એક્ટ્રેસ 'મિમી' ફિલ્મ

9 શેરશાહ બેસ્ટ ફિલ્મ

6 'અધર રાઉન્ડ' બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ

7 કેન ઘોષ બેસ્ટ ડિરેક્ટર - 'સ્ટેટ ઓફ સીઝ: ટેમ્પલ અટેક' માટે

8 જયકૃષ્ણ ગુમ્મડી બેસ્ટ સિનેમેટોગ્રાફર - 'હસીના દિલરુબા' માટે

8 સતીશ કૌશિક બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - 'કાગઝ' ફિલ્મ માટે

10 લારા દત્તા બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ - 'બેલ બોટમ' ફિલ્મ માટે

11 આયુષ શર્મા નેગેટિવ રોલમાં બેસ્ટ એક્ટર - 'અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ' ફિલ્મ માટે

12 અભિમન્યુ દસાની પીપલ્સ ચોઈસ બેસ્ટ એક્ટર

13 રાધિકા મદાન પીપલ્સ ચોઈસ બેસ્ટ એક્ટ્રેસ

14 અહાન શેટ્ટી બેસ્ટ ડેબ્યુ-તડપ માટે

15 કેન્ડી બેસ્ટ વેબ સિરીઝ

16 મનોજ વાજપેયી વેબ સિરીઝમાં બેસ્ટ એક્ટર - 'ધ ફેમિલી મેન 2'

17 રવીના ટંડન વેબ સિરીઝમાં બેસ્ટ એક્ટ્રેસ- 'આરણ્યક' માટે

18 વિશાલ મિશ્રા બેસ્ટ સિંગર મેલ

19 કનિકા કપૂર બેસ્ટ સિંગલ ફીમેલ

20 પૌલી બેસ્ટ શોર્ટ ફિલ્મ

21 અનુપમા બેસ્ટ ટીવી સિરીઝ ઓફ ધ યર

22 શહીર શેખ બેસ્ટ એક્ટર ઈન ટીવી સિરીઝ - 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી' માટે

23 શ્રદ્ધા આર્ય બેસ્ટ એક્ટ્રેસ ઈન ટીવી સિરીઝ - 'કુંડલી ભાગ્ય' માટે

24 ધીરજ ધૂપર ટીવી સિરીઝમાં સૌથી બેસ્ટ એક્ટર

25 રુપાલી ગાંગુલી ટીવી સિરીઝમાં સૌથી બેસ્ટ એક્ટ્રેસ

26 સરદાર ઉધમ ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મ

27 સિદ્ધાર્થ મલ્હોત્રા ક્રિટિક્સ બેસ્ટ એક્ટર - 'શેરશાહ' ફિલ્મ માટે

28 કિયારા અડવાણી ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ - 'શેરશાહ' ફિલ્મ માટે

Next Story